નર્મદા એલ.સી.બી.એ ગરુડેશ્વર ના મોટી રાવલ ના કોતર માંથી જુગાર ઝડપ્યો, 2 પકડાયા, 4 ફરાર

0
270

રાજપીપલા:
નર્મદા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા માં દારૂ જુગાર ની બદી ને ડામવા પોલીસ સતત પ્રયાશ કરે છે જેમાં નર્મદા એલ.સી.બી. પી.એસ.આઈ .એ.ડી.મહંત ને મળેલી બાતમીના આધારે એલ .સી.બી.ની ટીમ સાથે ગતરોજ ગરુડેશ્વર ના મોટી રાવલ ના કોતર માં 6 ઈસમો જુગાર રમતા હોય પોલીસ ને જોઈ નાસભાગ મચી જતા બે ઈસમો પૈકી (1) અનુરાજસિંહ હિમ્મતસિંહ ગોહિલ ,રામપુરા અને (2) હિતેન્દ્ર ચીમન તડવી,મોટી રાવલ ને પોલીસે રંગે હાથ ઝડપી તેમની પાસે અંગઝડતીના રોકડા 10100 તથા દાવ પરના રોકડા રૂપિયા 1240 મોબાઇલ ફોન નંગ-4 ની કિંમત 7000 અને બાઈક નંગ 4 કિંમત રૂપિયા 60,000 મળી કુલ રૂપિયા 78340 નો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો જયારે અન્ય ચાર ઈશમો પૈકી (1) વિષ્ણુ ગોવિંદ તડવી (2) ધર્મેન્દ્ર શાંતિલાલ તડવી (3) સંજય માણેક તડવી ત્રણેય રહે,મોટી રાવલ અને (4) વિષ્ણુ ગોવિંદ તડવી પોલીસ ને જોઈ ભાગી જતા પોલીસે આ ચારેય ની શોધખોળ શરુ કરી છે .એલ .સી.બી.ની રેડ થી જુગારીયાઓ  માં ફફડાટ ફેલાયો છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY