બીસઈ,એનએસઈ ગીતાંજલિ જેમ્સના શેરમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કરશે

0
12

ન્યુ દિલ્હી,તા.૨૦
PNBમાં ૧૩ હજાર કરોડ રૂપિયાના ગોટાળાના આરોપી હીરા વેપારી મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) અને નેશનલ સ્ટોકે એક્સચેન્જ (એનએસઇ) આવતા મહિનાથી ગીતાંજલિ જેમ્સના શેરમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કરશે.
બીએસઇ અને એનએસઇ પર ૧૦ સપ્ટેમ્બરથી આ કંપનીના શેરમાં ટ્રેડિંગ નહીં થાય. ગીતાંજલિ જેમ્સે જૂન ક્વાર્ટરના પરિણામોમાં જાણકારી નથી આપી અને સ્ટોક એક્સચેન્જોએ સેબીના નિયમનું કારણ આગળ ધરીને તેમાં ટ્રેડિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. BSE અને NSE એ આપી છે મુદ્દત જો કે BSE અને NSE તરફથી કહેવામાં આવ્યું છે કે નિર્ધારિત તારીખ પહેલા જો ગીતાંજલી જેમ્સ એક્સચેન્જને પોતાના જૂન ક્વાર્ટરના પરિણામો નહીં પૂરા પાડે છે તો ટ્રેડિંગ બંધ નહીં થાય. બીએસઇ માટે ૪ સપ્ટેમ્બર અને એનએસઇ માટે ૫ સપ્ટેમ્બર તારીખ નક્કી કરવામાં આવી છે.
૮ અન્ય કંપનીઓ પણ થઇ સસ્પેન્ડ બન્ને સ્ટોક એક્સચેન્જોએ ગીતાંજલિ જેમ્સ ઉપરાંત,એમટેક ઓટો, ઇસન રેરોલ અને પેનોરામિક યૂનિવર્સલના શેરને સસ્પેન્ડ કર્યા છે. તો બીએસઇએ થામ્હી મોડ્રન સ્પીન્નિંગ મિલ્સ, ઇન્ડો પેસેફિક પ્રોજેક્ટ્‌સ, હરિયાણા ફાઇનાન્સિયલ કોર્પોરેશન, નોબલ પોલિમર્સ અને સમૃદ્ધિ રિયલ્ટીને સસ્પેન્ડ કરી છે. રેગ્યુલેશન ૩૩ અંતર્ગત કંપનીઓને ફાઇનાન્સિયલ રિઝલ્ટ સબમિટ કરવું અનિવાર્ય છે. સમૃદ્ધિ રિયલ્ટી અને નોબલ પોલિમર્સે ફાઇનાન્સિયલ રિઝલ્ટ સબમિટ કર્યા છે પરંતુ લાગુ પડતો દંડ નથી ચૂકવ્યો.
એક્સચેન્જે કહ્યું કે ૧૭ ઓગસ્ટથી બીજી નોટિસ સુધીમાં આ કંપનીઓના પ્રમોટર્સ હોલ્ડિંગને જપ્ત કરી દેવામાં આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY