અમદાવાદમાં રૂ.૧૧ કરોડના ખર્ચે વધુ ૫૦ ટ્રાફિક સિગ્નલ ઊભા કરાશે

0
8

અમદાવાદ,તા.૧૯
તાજેતરમાં શહેરભરમાં ટ્રાફિકના મામલે સર્જાયેલી અરાજકતાના પગલે હાઈકોર્ટે મ્યુનિ. સત્તાવાળાઓ ઉપરાંત ટ્રાફિક પોલીસનો પણ ઊધડો લીધો છે. વાહનચાલકોને છાશવારે પરેશાન કરતી ટ્રાફિક જામની સમસ્યા માટે ટ્રાફિક પોલીસને પણ જવાબદાર ગણી છે.
દરમિયાન શહેર ટ્રાફિક પોલીસના અભિપ્રાય મુજબ મ્યુનિ. સત્તાવાળાઓએ વધુ ૫૦ ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ ટ્રાફિક સિગ્નલના પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી માટે રૂ.૧૧ કરોડનો અંદાજ તૈયાર કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં અત્યારે ૨૦૦થી વધુ ટ્રાફિક સિગ્નલ છે.
આજે મળનારી રોડ-બિલ્ડિંગકમિટીમાં મધ્ય ઝોનના ઈજનેર વિભાગ દ્વારા મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા સી બ્લોકના બેઝમેન્ટ વિસ્તારમાં આરસીસી રોડ બનાવવાના કામના ટેન્ડર મંગાવતાં લોએસ્ટ કોન્ટ્રાક્ટર સર્જન બિલ્ડર્સના અંદાજિત ભાવથી ૧૩.૫૦ ટકા ઓછા ભાવના રૂ.૨૩.૯૨ લાખના ટેન્ડરને મંજૂરી માટે મુકાયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY