રાજકોટ,તા.૧૯
શહેરની વિકટ બની રહેલી ટ્રાફિક સમસ્યા નિવારવા લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે આવશ્યક છે. લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત કરવા શહેર પોલીસ દ્વારા આજે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત ચોકમાં નિયમોનો ભંગ કરનારને ગણપતિ દાદાએ રોક્યા હતા નિયમ ભંગ નહીં કરવાનું વચન મેળવ્યા બાદ મોદકની પ્રસાદી આપી હતી.
રાજકોટ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું હતું કે, શહેરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ધાર્મિક મહોત્સવની સાથે લોકો ટ્રાફિક અંગે પોતાની ફરજ સમજે અને નિયમોનું પાલન કરતા થાય તે માટે શહેર પોલીસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ અને સુરક્ષા સેતુ સોસાયટીના સૌજન્યથી આજે બુધવારે સાંજે ૫ વાગ્યે જિલ્લા પંચાયત ચોક ખાતે ટ્રાફિક પોલીસ અને ગણપતિના સ્વાંગધારી સ્વયંસેવકો ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને રોક્યા અને તેઓ ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનો ભંગ નહીં કરે તેવા વચનો લીધા હતા. વાહનચાલક દ્વારા વચન અપાયા બાદ તેમને પ્રસાદ તરીકે મોદક આપવામાં આવ્યા હતા.
૧૫ એપ્રિલથી શરૂ કરાયેલી ઇ-ચલણ પ્રથામાં પાંચ મહિનામાં કુલ ૪૪૨૦૪ ઇ-ચલણથી રૂ.૧૦૩૪૦૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે. સૌથી વધુ ૨૯૬૭૭ રોંગ સાઇડમાં વાહન ચલાવવાના કેસ થયા હતા. ૫૩૧૪ વાહનચાલકો ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતાં કેમેરામાં કેદ થઇ ગયા હતા. ૩૫૧૮ બાળકો વાહન ચલાવતા મળી આવ્યા હતા. ઓટો રિક્ષામાં ડ્રાઇવરની સીટ પર સવારી કરનાર ૩૦૬૪ રિક્ષાચાલકો દંડાયા હતા. નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરનાર ૧૪૨૫ વાહનચાલકોને ઇ-ચલણ ફટકારાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




