સુરતમાં ૧૮ લોકો આવી ગયા સ્વાઈન ફ્લૂની ઝપટમાં, એકનું મોત

0
10

વધુ એક કેસ પોઝિટિવ સાથે કુલ ૧૮ કેસ,૧૦ દાખલ જેમાંથી ૨ વેન્ટીલેટર પર
સુરત,તા.૧૯
સ્વાઈન ફ્લૂની ઝપટમાં આવી છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં એકનું મોત નીપજ્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર સ્વાઇન ફ્લૂ જેવા જ લક્ષણો ઉપજાવતા ૪થી ૫ પ્રકારના વાયરસ આવી સિઝનમાં સક્રિય બને છે. આ સાથે વધુ એક કેસ પોઝિટિવ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યા ૧૮ થઈ ગઈ છે.
સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂ પોઝિટિવ કેસોની સંખ્યા ૧૮ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ ૧૦ દર્દીઓ સારવાર માટે દાખલ છે જેમાંથી બે વેન્ટીલેટર પર, બે બાઈપેપ પર અને એક ઓક્સીજન સપોર્ટ પર છે. આ સાથે શહેરીજનોને ખાંસી અને તાવ હોય તો સરકારી ડોક્ટરનો વહેલી તકે સંપર્ક કરી તપાસ કરાવી લેવા અપીલ પણ કરવામાં આવી છે. ગત રોજ બમરોલી વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય મહિલાને વેન્ટીલેટર પર મુકવાની ફરજ પડી હતી અને સારવાર દરમિયાન તેનું કાર્ડીયાક અરેસ્ટ થતા મોત નિપજ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY