બેફામ દોડતી ટ્રકો ઓર લગામ કોણ અને ક્યારે લગાવશે…?

0
43

રાજપીપળાના વડિયા પાસે ટ્રકની ટક્કરે ફંગોળાયેલા દંપતીનો આબાદ બચાવ

પરિવાર સાથે બાઈક પર ઘરે જતા હતા અને વડિયા ગામ પાસે ઘટના ઘટી, જો ટ્રકના તોતિંગ પૈડા પરિવાર પર ફરી વળ્યાં હોત તો ગોઝારો અકસ્માત સર્જાત

રાજપીપળા : રાજપીપલા નજીક આવેલ વડિયા ગામની સત્યમ નગર સોસાયટી પાસે એક ટ્રક ચાલકે બેફામ ટ્રક ચલાવતા એક દંપતી ની બાઈક ને ટક્કર મારી ફેંકી દીધા જોકે નસીબ જોગે ચાલકે શોટ બ્રેકારી ટ્રક થોભાવી નહીં તો આ તોતિંગ ટ્રકના પૈડાં ત્રણ જિંદગી ને પીંખી નાખત આ ઘટના બાદ બેફામ દોડતા વાહન પર સ્થાનિકો માં રોષ ફેલાયો હતો ત્યારે શનિકો નો મિજાજ જોઈ ટ્રક ચાલાક ફરાર થઇ ગયો હતો.

રાજપીપલા નજીક વડીયા ગામની સાઈદર્શન સોસાયટી માં રહેતા ધાંદલીા જીત તેમની પત્ની કલ્પનાબેન પુત્ર વેદાંત અને પુી રિયા સાથે બાઈક પર રાજપીપલાથી ખરીદી કરી પરત ઘરે જતા હતા ત્યારે વડિયા ગામમાં સત્યમ સોસાયટી નજીક પહોંચતા વડિયા જકાતનાકા રોડ પરથી એક ટ્રક માટી ભરીને એક બેફામ આવતી હતી જે આ બાઈક પર જતા પરિવાર ને જોવા છતાં ટ્રક ધીમી ના કરી પુરપાટ હંકારતા આ બાઈક પર સવાર પરિવારને ટક્કર મારી ફંગોળી દીધા હતાજોકે સદનસીબે ટ્રકની બ્રેક વાગી જતા આ ચારેય જિંદગી બચી ગઈ હોય સ્થાનિક લોકો પણ આ બનાવ જોઈ ચોકી ઉઠ્યા હતા જો બ્રેક ન લાગત તો કદાચ આખા પરિવાર ના રામ રમી ગયા હોત આ અકસ્માત જોઈ લોક ટોળા એકઠા થઇ જતા ગભરાયેલો ચાલાક ભાગી ગયો હતો આ પરિવારે ચાલાક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે, ટ્રક ના નંબરો પણ જોવા મળ્યા ન હતા અને એકદમ ખખડધજ ટ્રક હતી ત્યારે જો આરટીઓ ચેકીંગ કરે તો આ ટ્રકની વિગત બહાર આવે તેમ લાગી રહ્યું છે .

બૉક્ષ: રાજપીપળા માં ફરતી અમુક સ્કૂલો ની બસો પર પણ લગામ જરૂરી

રાજપીપળા ની અમુક સ્કૂલો ની બાળકો ને કેવા મુકવા જતી બસો પણ કેટલીક બેફામ જતી જોવા મળે છે ત્યારે રાજપીપળા ના સાંકડા માર્ગો પર થી પસાર થતી આ બસો પર ઓન લગામ લગાવવી જરૂરી જણાય છે નહિ તો ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બને એમ હોય તંત્ર આ માટે કડક વલણ અપનાવે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY