ત્રાલ એન્કાઉન્ટર : સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા

0
58

ત્રાલ,તા.૫
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો લાવવા માટે સેના તરફથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સોમવાર સાંજથી ત્રાલમાં શરૂ થયેલા એન્કાઉન્ટરમાં મંગળવારે સવારે બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓ જે ઘરમાં છુપાયા હતાં તે ઘર જ સેના દ્વારા બ્લાસ્ટમાં ઉડાવી દેવામાં આવ્યું છે. બંને આતંકીઓની લાશ મળી ગઈ છે. સેના તરફથી હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
નોંધનીય છે કે સેનાને ત્રાલના રેશી મોહલ્લામાં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારપછી ૪૨ રાષ્ટ્રીય રાઈફલ્સ, ૧૮૦ બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમે આ વિસ્તાર ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
સેનાએ પણ આતંકીઓના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આખી રાત ચાલેલા આ ઓપરેશનમાં મંગળવારે સવારે બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. બંનેની લાશ મળી ગઈ છે. હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહહયું છે. આ પહેલાં એન્કાઉન્ટરની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જાકે પછી સેનાએ તેમને હાંકી કાઢ્યા હતા.
હંદવાડામાં ત્રણ દિવસ ચાલ્યું હતું ઓપરેશનઃ આ પહેલાં જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી (ગયા સપ્તાહમાં ગુરુવારે મોડી રાતથી રવિવાર) સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું.આ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સીઆરપીએફના ત્રણ જવાન અને બે પોલીસકર્મી પણ શહીદ થયા હતા. એન્કાઉન્ટર દરમિયાન એક સામાન્ય નાગરિકનું મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY