ચેન્નાઈ,તા.૫
મદ્રાસ હાઇકોર્ટે માનવતાનું ધોરણ અપનાવું એઇડ્સનાં દર્દીને કરવામાં આવેલી એક મહિનાની સજા માફ કરી છે. નાણાકીય ઉચાપતનાં ૩૦ વર્ષ જૂના એક કેસમાં તેને એક મહિનાની સજા સંભળાવવામાં આવી હતી.
હાઇકોર્ટનાં ન્યાયાધીશ એમ.વી. મુરલીધરને સજા પામેલા વ્યકિતની રિવ્યુ પિટીશન ગ્રાહ્ય રાખી હતી
જા કે, ન્યાયાધીશે સજા પામેલા વ્યકિતને કરવામાં આવેલા દંડની રકમ વધારી હતા અને રૂપિયા ૫૦૦થી વધારીને ૫૦૦૦ રૂપિયા કરી હતી.
મદ્રાસ હાઇકોર્ટે તેના ઓર્ડરમાં નોંધ્યુ કે, એક મહિનાની સજાની જાગવાઇને ફરીથી વિચારવી જોઇએ. કેમ કે, જે વ્યકિતને સજા થઇ છે તેનાં દર્દને પણ જાવું જાઇએ અને માનવતાનું ધોરણ અપનાવવું જોઈએ”.
આ કેસની વિગત એવી છે કે, પિટીશનરે ૧૯૯૧નાં વર્ષમાં લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. તેની સામે પોલીસ ફરિયાદ થઇ હતી અને ટ્રાયલ કોર્ટે ૨૦૧૦ અને ૨૦૧૩માં એક વર્ષની સજા ફટકારી હતી. આ સજાને પિટીશનરે ઉપલી અદાલતમાં પડકારી હતી.
પિટીશરે દલીલ કરી હતી કે, તે પોતે જિંદગીનાં છેલ્લા દિવસો વિતાવી રહ્યો છે અને કોર્ટે તેની આ દલીલને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે નોંધ્યુ કે, જા તેને ફટકારવામાં આવેલી એક મહિનાની સજા અતંર્ગત જેલમાં મોકલવામાં આવશે તો તેની તબિયત વધારે ખરાબ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




