ઓકિનાવામાં ‘ટ્રામી’ તોફાનથી ભારે તારાજી : ૩૮૬ ફ્લાઈટ્‌સ રદ, ૧૨૧૦૦૦ ઘરોમાં અંધારપટ

0
4

કાગોશિમા,તા.૩૦
શકિતશાળી વાવાઝોડું ‘ટ્રામી’ જાપાન પર ત્રાટકિયું છે. જાપાનના ઓકિનાવા આઈલેન્ડ પર ‘ટ્રામી’એ વિનાશ વેરવાનું શરૂ કર્યુ છે. અધિકારીઓએ સ્થાનિક લોકોને વાવાઝોડાના કારણે ખરાબ હવામાનમાં સાવચેત રહેવા ચેતવણી આપી છે.
ટ્રામીના કેન્દ્રમાં ૨૧૬ કિમીની ઝડપે શકિતશાળી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના તેના માર્ગમાં આવનાર કોઈપણ ચીજને નષ્ટ કરવા સમર્થ છે. જાપાનના મધ્યભાગ તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેના કારણે ભારે વિનાશની આશંકા છે.
ટેલિવિઝન ફૂટેજમાં જાવા મળ્યું હતું કે નાહામાં સુસવાટા મારતા શકિતશાળી પવનથી અનેક વૃક્ષ ધરાશયી થયા હતા. જ્યારે આઈલેન્ડ નજીક તોતિંગ મોજાં ઉછળતા જાવા મળી રહ્યા છે. આ સાથે મૂશળધાર વરસાદ પણ પડી રહ્યો છે. ઓકિનાવામાંથી ૬૦૦ જેટલા લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. અહીં વીજળી ગુલ થતા ૧૨૧૦૦૦ ઘરોમાં અંધારપટ છવાયો છે.
તોફાનના કારણે પશ્ચિમ જાપાનમાં ૩૮૬ ફ્લાઈટ્‌સ રદ કરવાની ફરજ પડી છે. તોફાન સંબંધિત ઘટનાઓમાં પાંચ લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો મળ્યા છે, જા કે મૃત્યુની કોઈ ઘટના નોંધાઈ નથી એમ સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું.
જાપાન પર છેલ્લા કેટલાક સમયથી કુદરતી આફતો કહેર વરસાવી રહી છે. સપ્ટેમ્બરમાં જાપાનમાં આ અગાઉ પણ શકિતશાળી વાવાઝોડું ત્રાટકિયુંહતું. આ ઉપરાંત વિનાશક ભૂકંપે પણ તારાજી સર્જી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY