ચક્રવાતી વાવાઝોડુ-ડે ઓરિસ્સાથી આગળ વધ્યુ,આઠ જિલ્લામાં ભારે વરસાદ,પૂરની સ્થિતિ

0
10

ભુવનેશ્વર,તા.૨૧
ચક્રવાતી વાવાઝોડુ ડે શુક્રવારે ઓરિસ્સાના ગોપાલપુર પાસેથી સમુદ્ર પસાર કરી લીધો છે. તેના કારણે આઠ રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને પવન ફૂંકાઈ રહ્યો છે. અહીં પૂર જેવી સ્થિતિ છે. અહીં ગજપતિ, ગંજામ, કોરધા, નયાગઢ અને પુર જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે.
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગંજમ, ગજપતિ, પુરી, નયાગઢ અને ખુર્દા જિલ્લાના દરેક સરકારી ઓફિસોમાં રજા જાહેર કરી દીધી છે. તેમને પાણી, વીજળી અને હોસ્પિટલોની વ્યવસ્થાને ચોક્કસ રાખવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, ચક્રવાતથી રસ્તાઓ, પાક અને વીજળી ટ્રાન્સમિશન લાઈન્સને નુકસાન થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ-મધ્ય અને પૂર્વી-મધ્ય બંગાળની ખાડીમાં થયેલું પ્રેશર છેલ્લા ૬ કલાકોમાં ૧૫ કિમી પ્રતિ કલાકની સ્પીડથી પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે. ચક્રવાતી વાવાઝોડાંની ગતિ ૬૦-૭૦ કિમીથી ૮૦ કિમી સુધી રહેવાની શક્્યતા છે.
આ દરમિયાન ઓરિસ્સાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત દક્ષિણ ઓરિસ્સાના દૂરના વિસ્તારોમાં અને ખાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્્યતા છે. વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને શ્રીકાકુલમ, ઓરિસ્સાના ગજપતિ, ગંજમ, ખુર્દા, નયાગઢ અને પુરી જિલ્લામાં નુકસાન થવાની શક્્યતા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY