પોલીસે ત્રણ શખસને રંગે હાથ ૧૨.૨૪ લાખના ૫૧ મોબાઇલ ફોન સાથે ઝડપ્યા

0
14

અમદાવાદ,તા.૧૭
ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોબાઇલ ફોનની ચોરી કરતી ઝારખંડની ગેંગનો પર્દાફાશ વટવા પોલીસે કરતા ત્રણ શખસને રંગે હાથ ૧૨.૨૪ લાખના ૫૧ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધા છે.
રથ કા તહેવાર હૈ ભારી સંખ્યામેં જનમેદની હોગી આસાની સે મોબાઇલ ફોન ચોરી હો સકતા હૈ તેવું વિચારીને એક ગેંગ ઝારખંડથી અમદાવાદ આવી હતી. આ ગેંગે ટ્રેનમાં પેસેન્જરોની નજર ચૂકવીને ૧૧ મોબાઇલ ફોનની ચોરી કરી છે ત્યારે રથયાત્રામાં ૪૦ મોબાઇલ ફોનની ચોરી કરી છે.
વટવા વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પાંચ અજાણ્યા શખસ મકાન ભાડે રાખવા માટે ફરી રહ્યા હોવાની વિગત વટવા પોલીસ સ્ટેશનને મળી હતી. પોલીસે શંકાના આધારે ત્રણ શખસની અટકાયત કરીને તેમની તલાશી લીધી હતી તો તેમની પાસેથી ૫૧ બ્રાન્ડેડ અને મોંધાં મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
પોલીસ ત્રણ શખસની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇને આવી હતી. પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે રથ કા તહેવાર હૈ ભારી સંખ્યામેં જનમેદની હોગી આસાનીસે મોબાઇલ ફોન ચોરી હો સકતા હૈ.
આરોપીઓ અનિલ ઇન્દ્રદેવ મહતો, સંદીપ નંદકિશોર નોસરિયા અને શનિકુમાર નોનિયા ઝારખંડના રહેવાસી છે અને ખીસામાંથી મોબાઇલ ચોરી કરવામાં માહિર છે. ત્રણેય શખસ સાથે બીજા અન્ય શખસ પણ ચોરીમાં સામેલ હતા. રથાયાત્રા હોવાથી ઝારખંડથી સ્પેશિયલ ચોરી કરવામાં અમદાવાદ ટ્રેન મારફતે આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY