અમદાવાદ,તા.૧૭
શહેરના પૂર્વ વિસ્તારમાં દિન-પ્રતિદિન ચોરીની ઘટના વધી રહી છે ત્યારે ગઇ કાલે મોડી રાતે ઇસનપુર વિસ્તારમાં આવેલ ગોવિંદવાડી પાસેની બે સોસાયટીનાં પાંચ મકાનનાં તાળાં તોડીને તસ્કરો કુલ સાત લાખથી વધુની મતાની ચોરી કરીને ફરાર થઇ જતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. હથિયાર લઇને ચોરી કરવા માટે આવેલા પાંચ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
ઇસનપુર વિસ્તારમાં આવેલ ગોવિંદવાડી પાસેના સરદાર કોમ્પ્લેક્સમાં રહેતા હરેશભાઇ નંદલાલ જાષીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે હરેશભાઇના પિતા નંદલાલ હોસ્પિટલમાં દાખલ હોવાથી તેઓ ગઇ કાલે હોસ્પિટલ ગયા હતા જ્યારે તસ્કરોએ તેમના મકાનમાંથી ૧૦ તોલા સોના અને પ૦ હજાર રોકડની ચોરી કરી હતી.
આ સિવાય સરદાર કોમ્પ્લેક્સમાં અમીબહેન ગાંધીના મકાનમાં ઘૂસીને પણ તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. સરદાર કોમ્પ્લેક્સની પાછળ આવેલ શક્તિનગર સોસાયટીમાં આ જ તસ્કરોએ ત્રણ મકાનમાં ચોરી કરી હતી.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ તસ્કરો મોડી રાતે સરદાર કોમ્પ્લેક્સ અને શક્તિનગર સોસાયટીમાં ઘૂસ્યા હતા અને પાંચ મકાનની લોખંડની જાળી કટર વડે તોડીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ તમામ મકાનનો સામાન વેરવિખેર કરીને તિજારીમાં રાખેલ લાખો રૂપિયાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. ઇસનપુર પોલીસે આ મામલે ચોરીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



