પાક ત્રાસવાદી કેન્દ્ર છે

0
25

ત્રાસવાદને લઇને અમેરિકા સહિતના દેશોની પક્ષપાતી નિતીના કારણે આજે ત્રાસવાદે દુનિયાના દેશોમાં નેટવર્ક જમાવી લીધુ છે. પાકિસ્તાન ત્રાસવાદીઓના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી ચુક્યુ છે. પાકિસ્તાનમાં હાલમાં પુરતા પગલા ત્રાસવાદીઓ સામે લેવામાં આવી રહ્યા નથી જેથી સ્થતી વધારે વણસી રહી છે. પાકિસ્તાનમાં તમામ કુખ્યાત ત્રાસવાદીઓ આકા જાહેરમાં નજરે પડે છે છતાં તેની સામે કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી. બીજી બાજુ અમેરિકા સહિતના દેશો પાકિસ્તાન પર એટલુ દબાણ લાવી શક્યા નથી કે તેને પગલા લેવાની ફરજ પડે. જેથી ત્રાસવાદીઓને વધારે રાહત મળી ગઇ છે. અમેરિકા સહિતના દેશોના દબાણને કોઇ મહત્વ પાકિસ્તાન આપી રહ્યુ નથી. પાકિસ્તાન સરકારના દશકોથી આ પ્રકારના વલણના કારણે આજે પાકિસ્તાન વૈશ્વિક ત્રાસવાદીઓ માટે મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી ચુક્યુ છે અને દુનિયાભરના મોટા ત્રાસવાદીઓ અને આતંકવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે. જંગી ઇનામ ધરાવનાર ત્રાસવાદીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ભારત અને અમેરિકા દ્વારા આપવામાં આવેલા પુરાવા તરફ પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. હાલના વર્ષોમાં ચીનના વલણને જાતા એક બાબત સ્પષ્ટ છે કે ભારતને હવે વધારે એલર્ટ રહેવાની તાકીદની જરૂર છે. કારણ કે ચીન જેવા દેશો પણ હાફિઝ સઇદના મામલે ભારતને સાથ આપવા માટે તૈયાર નથી. ભારતને કેટલાક મોરચે એક સાથે લડવાની જરૂર દેખાઇ રહી છે. ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર એકલુ પાડી દેવામાં સફળ રહ્યુ છે પરંતુ હજુ કેટલાક પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓના કેમ્પ ચાલી રહ્યા છે. ભારતમાં વારંવાર થતા હુમલાને રોકવા માટે વધારે એલર્ટ થવાની જરૂર દેખાઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી હુમલા થતા રહ્યા છે. પરંતુ હવે એવી નિતી અપનાવવાની જરૂર છે કે જા કોઇ હુમલો સરહદ પારથી થાય છે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવે. ભારતીય સેનાને ત્રાસવાદી ગતિવિધીને રોકવા માટે જા જરૂર પડે તો સરહદ પાર કરીને પણ કાર્યવાહી નિર્ણાયક રીતે કરવી જાઇએ. થોડાક વર્ષો પહેલા ભારતે સર્જિકલ હુમલા કરીને ખળભળાટ મચાવી દીધો હતો. વૈશ્વિક સ્તર પર ભારતે તેની તાકાતનો પરિચય આપ્યો હતો. આવી કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવ કરવાની કોઇ જરૂર નથી. પોતાના દેશમાં હુમલાને રોકવા અને લોકોને સુરક્ષિત રાખવાની તમામ દેશને સત્તા છે. ત્રાસવાદીઓ સામે ચોક્કસપણે નિર્ણાયક કાર્યવાહી થઇ શકે છે. જ્યાં સુધી ત્રાસવાદીઓ અને તેમના આકાઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવશે નહી ત્યાં સુધી ભારતમાં હુમલા જારી રહેશે. આ ઉપરાંત સરહદી વિસ્તારમાં સર્વોચ્ચ તકેદારી વધારી દેવાની જરૂર છે. કેટલાક પ્રશ્નો એ પણ થાય છે કે ત્રાસવાદી સરહદ પાર કરીને કઇ રીતે ભારતમાં સુરક્ષિતરીતે ઘુસી જાય છે. આવી સ્થતિમાં પાકિસ્તાનનો ટેકો ધરાવતા અને તેના દ્વારા તમામ પ્રકારની મદદ દ્વારા આગળ વધી રહેલા આતંકવાદીઓને રોકવા માટે હવે ચારપાંખીય વ્યૂહરચનાની જરૂર હોવાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેના ભાગરુપે અંકુશ રેખા પાર કરીને આતંકવાદી કેમ્પોને નેસ્તનાબૂદ કરવાના વિકલ્પનો પણ સમાવેશ થાય છે.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY