રત્ન કલાકારનાં દિવ્યાંગ પુત્રએ ટ્રાયસીકલ પર જઈ પરીક્ષા આપી

0
74

વિજલપોરના રત્નકલાકારનો બંને પગે જન્મથી જ દિવ્યાંગ પુત્ર આજે ધો. ૧૦ ની બોર્ડની પરિક્ષા આપવા ટ્રાયસીકલ પર આવ્યો હતો. આ વિદ્યાર્થી અન્ય નોર્મલ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૃપ બન્યો હતો. વિજલપોરમાં અલ્કાપુરી સોસાયટીમાં રહેતા રત્નકલાકાર રવિન્દ્રભાઈ પાટીલનો એકનો એક પુત્ર તુષાર પાટીલ (ઉ.વ.૧૭) જન્મથી બંન્ને પગે વિકલાંગ છે. એકનો એક પુત્ર અને તે પણ વિકલાંગ હોય પરિવારમાં તુષારની પાલન પોષણની ચિંતા અને કુદરતના વિકલાંગતા રૂપી અભિશાપથી છૂટકારો મેળવવાના પાટીલ પરિવારે પ્રયત્નો શરૂ કર્યા હતા. અને તુષાર સ્વનિર્ભર બને તે માટે વિજલપોરની શાળામાં અભ્યાસ શરૂ કર્યો હતો. અભ્યાસની સાથે સાથે તુષારને ચાલતો કરવા માટે પાટીલ પરિવારે તુષારની ત્રણ વખત સર્જરી કરાવી હતી. પરંતુ સંપૂર્ણ વિકલાંગતા દૂર ન થઈ શકતા હજુ પણ બંન્ને પગે ચાલી નહીં શકતા ટ્રીસાયકલની મદદથી શાળાએ અવર-જવર કરે છે. આજે વિદ્યાકુંજ હાઈસ્કુલ ખાતે તુષાર નિર્ભય બની ધો. ૧૦ બોર્ડની પરીક્ષા આપવા માટે ટ્રાયસીકલ પર આવતા અન્ય નોર્મલ તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો હતો. તુષારે પોતાના જેવા દિવ્યાંગોને ખૂબ મહેનત કરી, સ્વનિર્ભર બનવા જણાવ્યું હતું. તુષારને આગળ અભ્યાસ કરી એકાઉન્ટન્ટ બનવું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY