લાજપોર જેલના કેદીઓ સમૂહમાં સંગીત સાથે બોલ્યા ગાયત્રી મંત્ર

0
82

ગાયત્રી મંત્ર’ કોઈ વિશેષ ધર્મનો મંત્ર નથી. તમામ ધર્મના લોકો ગાયત્રી મંત્રની મહાનતા સ્વીકારે છે. ત્યારે લાજપોર જેલના કેદીઓએ પણ રવિવારે આ મહામંત્રનું ઉચ્ચારણ કર્યુ હતું. કેદીઓને મુખેથી જ્યારે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ થતું હતું ત્યારે જેલનું વાતાવરણ દિવ્ય બની ગયું હતું. રવિવારે લાજપોર જેલમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ગાયત્રી પરિવાર દ્વારા કેદીઓને ગાયત્રી મંત્ર ભણાવાયા હતા. સંગીતમય પ્રસ્તૃતિમાં કેદીઓએ ગાયત્રી મંત્રનું શ્રદ્ધાથી ઉચ્ચારણ કર્યુ હતું. કેદીઓને પરિવારના વકતા પુરુષોત્તમ શર્માજી અને જગદંબા પ્રસાદ ગુપ્તજીએ ગાયત્રીમંત્રના જાપ અને લેખન દ્વારા વ્યક્તિત્વ વિકાસની વાતો કેદીઓ સમક્ષ કરી હતી. કેદીઓએ ખુબ ધ્યાનથી વાતો સાંભળી અને ગાયત્રી મંત્રને દૈનિક જીવન શૈલીમાં લાવવાના સંકલ્પ પણ લીધા. પ્રવચનમાં ગાયત્રી મંત્રને બ્રહ્માસ્ત્ર સમાન ગણાવ્યો તો કામધેનુની સિદ્ધી પણ ગાયત્રી મંત્રમાં રહેલી છે એવી પ્રતિતિ કરાવી હતી. કેદીઓને ગાયત્રી મંત્રલેખનની પુસ્તિકાઓ પણ આપવામાં આવી હતી. ગાયત્રી પરિવારના અર્પિત પાંડેજીએ વાંસળીની ધૂન પર કેદીઓને ધ્યાન કરાવ્યું તથા સંગીતમય ગાયત્રીમંત્રનું ઉચ્ચારણ કરાવ્યું. વાંસળીના સૂર અને ગાયત્રીમંત્રના નાદથી જેલનું વાતાવરણ દિવ્ય અને રમ્ય બન્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં જેલ પ્રશાસનનો સુંદર સહયોગ રહ્યો હોવાનું ગાયત્રી પરિવારે જણાવ્યું હતું. આગામી તા. ૧૮ મી માર્ચે લાજપોર જેલમાં જ મહિલા કેદીઓ માટે આ શિબિર થશે. નારાયણ સાંઈએ સાખા કાર્યક્રમને માણ્યો આશારામના પુત્ર નારાયણ સાંઈએ આ કાર્યક્રમને સામાન્ય શ્રોતાની માફત સારી રીતે માણ્યો હતો. કેદીઓને શરૂઆતમાં એકત્ર કરવામાં પણ તેમણે સહયોગ કર્યો હતો. તથા તેમણે એવું પણ કહ્યું હતું કે ગાયત્રી પરિવારનું કામ ખુબ સારૂ છે આવા કાર્યક્રમ દર સપ્તાહમાં થવા જોઈએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY