ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારમાં ૪નાં મોત

0
22

વડોદરા-અમદાવાદ હાઈ-વે પર ભયંકર અકસ્માત સર્જાયો
વડોદરા,તા.૨
વડોદરા-અમદાવાદ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાતા ૪ લોકોનાં મૃત્યુ થયા છે. કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા મુંબઇનાં એક જ પરિવારનાં ૪ લોકો મોતને ભેટ્યા હતા. અન્ય ૨ ઘાયલ થયાં હતાં. આ કરૂણ ઘટનાને લઇને પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
વડોદરા-અમદાવાદ હાઇવે પર ગોલ્ડ ચોકડી પાસે એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મુંબઇનો પરિવાર પોતાની કારમાં સફર કરી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રક સાથે કાર અથડાતા એક જ પરિવારનાં ૪ લોકોનાં મોત થયા હતા અને અન્ય ૨ ઘાયલ થયાં હતાં..
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે શનિવારે વહેલી સવારે માર્ગ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઇવે ઉપર ટ્રક ઊભી હતી. આ સમયે હાઇવે ઉપર પસાર થતી એક કાર આ ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આમ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કારમાં સવાર મુંબઇના પરિવારના ચાર સભ્યોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ટ્રકનો ડ્રાઇવર ટ્રકને સાઇડ ઉપર પાર્ક કરીને કુદરતી હાજતે ગયો હતો ત્યારે કાર પાછળથી ઘુસી ગઇ હોવાનું જાણવા મળ્યુ છે. ઘટના સ્થળેથી કેટલાક મોબાઇલ પણ ગુમ થયા હોવાનું બહાર આવ્યુ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY