વોશિંગ્ટન,તા.૨૭
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર નિર્માતા કંપની જનરલ મોટર્સને તેના દ્વારા પોતાના ૭ ઉત્પાદન પ્લાન્ટને બંધ કરવાના નિર્ણય મુદ્દે ઠપકો આપ્યો છે. આ સાત પ્લાન્ટમાંથી ૪ અમેરિકામાં આવેલા છે. ટ્રમ્પે વ્હાઈસ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે, તેમણે જીએમના ૭ એસેમ્બલી અને ઉત્પાદન પ્લાન્ટ બંધ કરવાના નિર્ણય મળ્યા બાદ કંપનીના અધ્યક્ષ અને સીઈઓ મેરી બેરા સાથે ચર્ચા કરી છે. ટ્રમ્પે જનરલ મોટર્સને ચીનમાં પોતાનું ઉત્પાદન બંધ કરવા જણાવ્યું છે.
ટ્રમ્પે જણાવ્યું કે, કંપનીના આ પગલાથી અમેરિકા અને કેનેડામાં લગભગ ૧૪,૫૦૦ કામદાર સીધી રીતે પ્રભાવિત થશે. ટ્રમ્પે જણાવ્યું કે, “હું મારા અભિપ્રાય પર દૃઢ હતો. મેં તેમની સાથે ચર્ચા કરી છે અને તેમને જણાવ્યું કે તમે જાણો છો કે આ દેશે જનરલ મોટર્સ માટે ઘણું બધું કર્યું છે.”
ટ્રમ્પે ૨૦૦૮ની મંદી બાદ કંપનીને સંઘીય બેલઆઉટ પેકેજ આપવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અમેરિકાએ જનરલ મોટર્સને બચાવી છે અને તેના બદલામાં કંપની દ્વારા ઓહાયોમાંથી નિકળી જવું ઉચિત નથી.
કંપની ઓશાવા, ઓન્ટારિયોમાં પોતાનાં પ્રોડક્શન અને એસેમ્બલી પ્લાન્ટ બંધ કરશે. તેની સાથે જ ઉત્તર અમેરિકાની બહારના પણ બે એકમો બંધ કરવામાં આવશે. જાકે, હજુ સુધી આ બે એકમોની ઓળખ થઈ નથી.
કંપનીને તેના નિર્ણય પર તાત્કાલિક પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે જનરલ મોટર્સને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે જણાવ્યું છે. જનરલ મોટર્સે ૨૦૨૦ સુધી પોતાના ખર્ચમાં ૪.૫ અબજ ડોલરની બચત કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી ઓહિયો અને મિશિગન જેવા રાજ્યોમાં મોટા પ્રમાણમાં નોકરીઓ પ્રભાવિત થવાની છે.
વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ટ્રમ્પે જનરલ મોટર્સના કાર્યકારી પ્રમુખ મેરી બર્રાને જણાવ્યું કે, તે ચીનમાં કારોનું ઉત્પાદન બંધ કરે અને તેના સ્થાને ઓહિયોમાં એક નવો પ્લાન્ટ શરૂ કરે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






