ન્યુ દિલ્હી,તા.૨૭
રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ મંગળવારે સંસદીય સમિતિની સમક્ષ હાજર રહ્યાં અને સમિતિને નોટબંધી, બેંક એનપીએ સહિતના ઘણા મુદ્દાઓ બાબતે પોતાનો પક્ષ જણાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મુલાકાતમાં ઉર્જિત પટેલે દાવો કર્યો છે કે નોટબંધીના નિર્ણયની ક્ષણિક અસર ઈકોનોમિ પર પડી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉર્જિત પટેલે ૩૧ સભ્યોની સ્ટેન્ડિંગ કમિટિ ઓન ફાઈવનાન્સની સામે કહ્યુ છે કે વૈશ્વિક સ્તર પર સસ્તું ક્રુડ ભારતીય ઈકોનોમિ માટે મહત્વનું છે. પટેલે કહ્યુ કે સસ્તી કિંમતોમાં ક્રુડ મળવાથી ભારતીય અર્થવ્યવસ્થાને ફાયદો થશે.
આ મુલાકાત દરમિયાન સંસદીય સિમિતિના સભ્યોએ આરબીઈની સ્વાયત્તા, કેન્દ્ર સરકાર દ્વારા આરબીઆઈ એક્ટના સેકશન ૭ નો ઉપયોગ અને આરબીઆઈના અનામત ભંડોળ પર સવાલ ઉઠાવ્યા છે. આ સવાલોના જવાબો ઉર્જિત પટેલ ૧૦ દિવસની અંદર લેખિતમાં સંસદીય સમિતિને સોપશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નોટબંધીના સવાલોની સાથે-સાથે સંસદીય સમિતિએ પટેલને હાલમાં કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પણ સવાલ કર્યા છે. હવે આ સવાલોના જવાબ માટે સમિતિએ ૧૦ દિવસની રાહ જાવી પડશે. ઉર્જિત પટેલ લેખિતમાં તમામ સવાલોના જવાબ આપશે.
અગાઉ સંસદીય સ્થાયી સમિતિએ રિઝર્વ બેન્કના ગવર્નરને નોટબંધી, બેન્કોની એનપીએની સમસ્યા સહિતના મુદ્દાઓ પર પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યુ હતું. એક વાર ફરી સમિતિ રિઝર્વ બેન્કના પ્રમુખને નોટબંધીના નિર્ણયની દેશના ખેડૂતો પર શું અસર થઈ તે અંગે સવાલ પુછી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારે કેન્દ્રીય બેન્ક બોર્ડની એક મહત્વની બેઠક થઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





