ઈરાન વિરુદ્ધ તમામ અમેરિકી પ્રતિબંધ ૫ નવેમ્બરથી થશે લાગૂ : ટ્રંપ

0
22

વોશિંગ્ટન,તા.૨૬
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ કહ્યું છે કે ઈરાન વિરુદ્ધ તમામ અમેરિકી પ્રતિબંધ ૫ નવેમ્બરથી સંપૂર્ણ રીતે લાગૂ કરી દેવામાં આવશે. તેમણે લેબનાનના આતંકવાદી સમૂહ હિજ્બુલ્લાહ પર કડક પ્રતિબંધ લગાવતા ખરડા પર હસ્તાક્ષર કરી તેને કાયદો બનાવી દીધો છે. ટ્રંપએ વ્હાઈટ હાઉસમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ૫ નવેમ્બરથી ઈરાન વિરુદ્ધ તમામ પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવશે. આ પ્રતિબંધને પરમાણુ સમજૂતીના કારણે હટાવવામાં આવ્યા હતા.
ઈરાન સાથે પરમાણુ સમજૂતી પૂર્ણ થયા બાદ ટ્રંપએ તમામ દેશોને ઈરાન સાથે તેલની આયાત ઘટાડવા અથવા તો તેના પર પ્રતિબંધ સહન કરવા કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે ઈરાનના તેલના સૌથી મોટા આયાતકાર હોવાના કારણે ભારત પણ અમેરિકી પ્રતિબંધોના ઘેરામાં આવી જાય છે. તેનાથી બચવા માટે ભારતએ અમેરિકા પાસેથી પરવાનગી લેવી પડશે અથવા ઈરાનથી થતી તેલની આયાત બંધ કરવી પડશે. ટ્રંપએ આ મામલે સ્પષ્ટ કરી દીધું છે કે તે દુનિયામાં આતંકવાદ ફેલાવનારને સૌથી ખતરનાક હથિયાર બનાવવા નહીં દે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY