અમરેલી,તા.૨૬
અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદી ઝાપટું પડતા સમગ્ર વિસ્તારમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે. અચાનક કમોસમી સિઝનમાં વરસાદી ઝાપટુ પડતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે. અમરેલીના ધારી સહિતના આસપાસના ગામમાં વરસાદી ઝાપટાં પડ્યાના સમાચાર મળી રહ્યા છે. અમરેલીના ઈશ્વરીયા તથા મોટા લીલીયાના એકલેરામાં તો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો આ બાજુ અમરેલી અને ધારી શહેરમાં ભારે પવન સાથે વરસાદી છાંટા નોંધાયા છે.
અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમરેલીના આસપાસના વિસ્તારોમાં મોટાભાગમાં મગફળીનું વાવેતર ઉભુ છે, ત્યારે અચાનક કમોસમી વરસાદ થતા ઉભા પાકને ભારે નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા અને કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. કચ્છના નખત્રાણા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેને લઈ રસ્તાઓ પર પાણી ભરાયા હતા, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો આ બાજુ બનાસકાંઠા જીલ્લામાં અમીરગઢ પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક કમોસમી વરસાદથી કપાસ, મકાઈ સહિતના પાકને નુકશાન થયાની શકીયતા સેવાઈ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



