ન્યૂયોર્ક,તા.૧૮
ટ્વિટરના ટર્મ્સ અને સર્વિસનો ઉલ્લંઘન કરનારી ટ્વીટ કરનારા યુઝર્સને બોધ પાઠ શિખવવા માટે કંપની પોલીસીમાં કેટલાક ફેરફાર કરવા જઇ રહી છે. ટ્વીટર તેના પ્લેટફોર્મ પર શેર થનારા કન્ટેન્ટની શુદ્ધતા જાળવવા માંગે છે. ગત કેટલાક સમયથી ટ્વીટર પર શેર થનારા આપત્તિજનક અને ફેક પોસ્ટ્સ માટે કંપનીની અત્યંત આલોચના થઇ હતી. આ માટે જ ટ્વીટર કેટલાક પર સુધારો કરવા માંગે છે.
મીડિયાના રિપોટ્ર્સ મુજબ, ટ્વિટર પર સૌથી મોટો ફેરફાર રિપોર્ટ કરાયેલી ટ્વીટ અંગે કરાશે. જા કોઇ યુઝરે ટ્વીટ કરી હશે અને તેને એકથી વધુ લોકોએ રિપોર્ટ કરશે તો પહેલા કંપની ટ્વીટનો પેરામીટર નક્કી કરશે જા ટ્વીટ પોલીસી ગાઇડલાઇન્સનો ઉલ્લંઘન કરનારી હશે તો ટ્વીટને બ્લોક કરાશે અને સાથે મેસેજ પણ લખાશે કે, આ ટ્વીટ હવે ઉપલબ્ધ નથી કેમકે તેણે ટ્વીટરના નિયમોનું ઉલ્લંઘન કર્યો છે.
એટલું જ નહી કંપની બીજી એક વ્યવસ્થા કરશે કે, જ્યાં સુધી યુઝર પોતાની રિપોર્ટ કરાયેલી ટ્વીટ પર કોઇ એકશન નથી લેતો અથવા તેને ડીલીટ નથી કરતો ત્યાં સુધી તે નવી ટ્વીટ પબ્લિશ કરી શકશે નહી. એટલું જ નહી આ નોટિફિકેશન યુઝરની પ્રોફાઇલ પર આવનારા ૧૪ દિવસો સુધી ડિસ્પલે થશે જેથી તેના એકાઉન્ટને ફોલો કરનારા લોકોને પણ દેખાશે કે, યુઝરે આપત્તિજનક ટ્વીટ કરી હતી અને તેનું સફળતાપૂર્વક રિપોર્ટ કરાયું છે.
આ સિવાય બીજા અન્ય એક ફેરફાર થશે કે, જા તમે કોઇ ટ્વીટને આપત્તિજનક, સ્પેમ અને હિંસક રિપોર્ટ કરો છો અને તમે તમારી ટાઇમલાઇન પર જાવા નથી માંગતા તો ટ્વીટર યૂ રિપોર્ટેડ ધીસ ટ્વીટના મેસેજ ડિસપ્લે કરી હાઇડ કરી દેશે પરંતું જા તમે કયારેય જાવા માંગો છો તો વ્યૂ ઓપશેન અવેલેબલ હશે. ટ્વીટરે આ અંગે વાત કરતા જણાવ્યું કે, પોલીસી ટૂંકમાં અમલમાં મુકવામાં આવશે અને વહેલી તકે યૂઝર્સના ઉપયોગ માટે ઉપલ્બધ થઇ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




