મુખ્યમંત્રી શિવરાજને બુધની સીટ પર ઘેરવા કોંગ્રેસનો વ્યૂહ મધ્યપ્રદેશમાં સંઘને લીધે ભાજપ ૭૮ ધારાસભ્યોની ટિકિટ કાપશે !

0
11

ભોપાલ,તા.૧૮
મધ્યપ્રદેશમાં આગામી મહિને યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) એ મુખ્યમંત્રી શિવરાજસિંહને પોતાના ૭૮ ધારાસભ્યોને ટિકિટ ન આપવા સલાહ આપી છે.
આ સાથે આરએસએસ દ્વારા મુખ્યમંત્રી શિવરાજસિંહને સાવચેતીના ભાગરુપે સલાહ આપી છે કે, તમે ખુદ બુધની સીટને બદલે ગોવિંદપુરી સીટથી ચૂંટણી લડજા. કેમ કે ગોવિંદપુરા સીટ ભાજપનો ગઢ છે, ત્યાંથી પુર્વ મુખ્યમંત્રી બાબૂલાલ ગૌર ૧૯૮૦થી ૮ વખત ચૂંટણી જીત્યા હતાં.
એક અંગ્રેજી અખબરના અહેવાલ અનુસાર આરએસએસના આંતરિક ફિડબેક અનુસાર ૭૮ ધારાસભ્યો જીતે શકે તેવી સ્થિતિમાં નથી. આ અંગે ભાજપની રાજ્ય ચૂંટણી કમિટિમાં પણ ચર્ચા થઈ હતી. આ અંગે ભાજપના સૂત્રોનું કહેવું છે કે, જે જીતી શકે તેવા ઉમેદવારની જ પસંદગી કરાશે, અન્ય કોઈ ફેક્ટર ધ્યાને રખાશે નહીં.
આ ઉપરાંત ભાજપના બીજી તરફ શિવરાજસિંહ ચૌહાણની બેઠક બુધની પર કોંગ્રેસ કોઈ ખ્યાતનામ ચહેરા ઉતારી શકે છે, જેના કારણે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ઘેરી શકાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY