યુએઈની કંપનીએ દુનિયાનુ સૌથી મોંઘુ ૮.૯૩ કરોડનું પરફ્યુમ બનાવ્યું

0
104

યુએઈ,તા.૨
પરફ્યુમ અને ડિઓડરન્ટની વધી રહેલી બોલબાલ વચ્ચે સંયુક્ત આરર અમિરાત એટલે કે યુએઈની એક કંપનીએ દુનિયાનુ સૌથી મોંઘુ પરફ્યુમ બનાવવાનો દાવો કર્યો છે.
યુએઈની કંપનીના કહેવા પ્રમાણે ત્રણ લીટર પરફ્યુમની કિંમત ૧૨.૯૫ લાખ ડોલર એટલે કે ૮.૯૩ કરોડ રુપિયા છે અને અસગર આદમ અલીએ આ પરફ્યુમ તૈયાર કર્યુ છે.
આ બનાવવામાં તેમને ત્રણ વર્ષ લાગ્યા છે.આ દરમિયાન ૪૯૪ વખત તેનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ.પરફ્યુમને શુમુખ નામ અપાયુ છે.જેનો અર્થ સૌથી યોગ્ય તેવો થાય છે.
પરફ્યુમને રાખવા માટે ઈટાલિયન કાચની એક વિશેષ બોટલ બનાવાઈ છે.જેને સોનાના વરખ, ગુલાબ અને ૩૮.૫૫ કેરેટના ૩૫૭૧ હીરા અને ૫.૯ કીલો ચાંદી વડે સજાવાઈ છે
આ પહેલા ગિનિઝ બૂકમાં નોંધાયેલા રેકોર્ડ પ્રમાણે દુનિયાનુ સૌથી મોંઘુ પરફ્યુમ ક્લાઈવ ક્રિશ્ચિયન નંબર ૧ ઈમ્પેરિયલ મેજેસ્ટી હતી.જેની ૨૦૦૫માં ૧૦ બોટલ રિલિઝ કરાઈ હતી.જેની કિંમત ૮૯ લાખ રુપિયા હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY