અમદાવાદ,તા.૬
પીએમ નરેન્દ્ર મોદીએ જેના બે મોઢે વખાણ કર્યા હતા તે ઉંટનું દૂધ હવે ફ્વેવર્ડ દૂધના રૂપમાં જલ્દીથી માર્કેટમાં આવવાનું શરૂ થશે. અગ્રગણ્ય દૂધ ઉત્પાદક કંપની અમુલે દિવાળીના અવસર પર આ ફ્લેવર્ડ દૂધને ટ્રાયલ માટે પ્રોસેસ શરૂ કરી દીધી છે.
ડિસેમ્બરથી દૂધ ઉત્પાદકો અમદાવાદથી અને તેની આસપાસના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દૂધનું ઉત્પાદન કરી વિસ્તરણ કરશે.
એક રિપોર્ટ અનુસાર ઉંટના દૂધથી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે, જેને અમુલ કંપની દુર કરવાનો પ્રયાસ કરશે. આ સિવાય દૂધને પીવા લાયક કરવા તેને વધારે સ્વાદિષ્ટ બનાવવામા આવશે.
આપને જણાવી દઈએ કે આ પહેલી વાર થઈ રહ્યું છે કે ઉંટનું દૂધ ભારતમાં માર્કેટમાં કોર્પોરેટના રૂપે વેચાણ શરૂ કરશે. અત્યાર સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ દૂધને વેચવામાં આવે છે. વિદેશોમાં તો કેટલીયે જગ્યા પર ઉપલબ્ધ છે.
રિપોર્ટ અનુસાર ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં આ દૂધ કોર્પોરેટ યૂનિટમાં કચ્છમાં ઉંટના દૂધની પ્રોસેસિંગ યૂનિટ શરૂ કરશે. ઉંટ પાલકો અહી દૂધ પહોંચાડશે, જેને અમદાવાદમાં વેચવામાં આવશે. ભૂજ વિસ્તારોમાં બનનાર ઉેટનું દૂધ પ્રોસેસિંગ યુનિટની ક્ષમતા ૨૦ હજાર લીટર દૂધ પ્રોસેસ કરવાની હશે.
વર્તમાનમાં ચોકલેટ બનાવવા માટે અમૂલ કચ્છમાં આવતા ઉંટના દૂધને પ્રોસેસ કરે છે. જા કે તાજૂ દૂધ વેચવાનો આ કોન્સેપ્ટ એકદમ નવો છે. એક્સપર્ટ અનુસાર આ દૂધ થોડુ નમકીન હોય છે. પણ સ્વાસ્થ્યની દૃષ્ટીએ બહુજ સારૂ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



