તિલકવાડાના ચુડેશ્વર ગ્રામ પંચાયતના તલાટીને ઉચાપાત કેસમાં 3 વર્ષની કેદ,10 હજાર દંડની સજા.

0
54

ચુડેશ્વરના તલાટીએ ગ્રામ પંચાયતના વેરા વસુલાતના 1708 રૂપિયાની પહોંચ ફાડી રોજમેળમાં જમા ન કરી પોતાના અંગત કામે નાણાંનો ઉપયોગ કરી પાછળથી નાણાં ભરપાઈ કરી હંગામી ઉચાપાત કરી હતી.

રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ચુડેશ્વર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ વર્ષ 2003માં પંચાયતના વેરા વસુલાતની રકમની હંગામી ઉચાપાત કરી હતી.જેની ફરિયાદ ટીડીઓ દ્વારા કરવામાં આવી હતી.આ કેસ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તલાટીને 3 વર્ષની કેદ અને 10 હજાર રૂપિયા દંડની સજા કરી છે.

કેસની વિગત મુજબ તિલકવાડા તાલુકાના ચુડેશ્વર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અમૃત બીજીયા વસાવાએ પોતાની ફરજ દરમિયાન 8/4/2002 થી 29/1/2003 સુધી ગ્રામ પંચાયતના વેરા વસુલાતના 1708-25/- રૂપિયાની પહોંચ ફાડી નાણાંનો અંગત કામ માટે ઉપયોગ કરી પાછળથી નાણાં ભરપાઈ કર્યા હતા.તો આ હંગામી ઉચાપાત મામલે જે તે સમયે ટીડીઓ એન.કે.પટેલે તલાટી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.આ કેસમાં નીચલી કોર્ટે આરોપીને સજા કરતો હુકમ કર્યો હતો.ત્યાર બાદ આરોપીના વકીલે રાજપીપળા એડી.સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી.જે અપીલ ચાલી જતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની ધારદાર દલીલો અને પુરાવાઓને માન્ય ગણી અમૃત બીજીયા વસાવાને જજ એસ.પી.તામંગે 3 વર્ષની કેદ અને 10 હજાર રૂપિયા દંડ કરતો ચુકાદો આપ્યો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY