થરીના યુવાને મિત્રો પાસે ઉછીના અને વ્યાજેનાણાં લીધા હોય આપી ન શકતા કોર્ટમાં નાદારી નોંધવાની અરજી કરી
કાયદાની જોગવાઈ હેઠળ નાદારી નોંધાવાથી ક્રિમિનલ કેશ માંથી મુક્ત ના થઇ શકે। ..આર.એસ.પંજવાણી
રાજપીપળા:,નાંદોદ તાલુકાના થરી ગામના યુવાને રાજપીપળાના ફાઇનાન્સ અને ઓળખીતા મિત્રો પાસેથી ઉછીના અને વ્યાજે રુપીયા લઈને એ નાણાં જ્યારે પરત આપવાના આવ્યા ત્યારે કોર્ટ મા નાદારી નોધાવતા થરી ગામના યુવાન સામે 7 સખ્સો એ રાજપીપળા પોલિસ સ્ટેશન મા લેખીત અરજી કરી આ યુવન સામે આઇપીસી કલમ 4૦6, 42૦ મુજબ વિશ્વાસઘાત અને છેતરપીંડી નો ગુનો નોધી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
પ્રાપ્ત મહિતી અનુસાર નાંદોદ તાલુકાના થરી ગામના યુવાન નિલેશ રમણલાલ પટેલ દ્વારા રાજપીપળા ના કેટલાક ફાઇનાંસ પેઢીઓ માથી અને કેટલાક મિત્રો પાસેથી મિત્રતા કેળવી વિશ્વાસમા લઈને ચેક આપી લાખો રુપીયા ઉછીીના લીધા હતાાા જેમા પ્રમુખ ફાઇનાંસ ના અરવિંદ પટેલ પાસેથી 1.5 લાખ રુપીયા, બક્ષીખડકીમા રહેતા કીરીટ રસીક શાહ પાસેથી 1.5 લાખ રુપીયા, થરી ગામના ઇંદ્રજીતસિહ માનસિહ રઠોડના પાંચ લાખ રુપીયા, નિકોલીના કીરણ કંચન પટેલ ના 2 લાખ રુપીયા, કરાંઠાના રમેશ ડહ્યા પટેલ ના 3.6૦ લાખ રૂપિયા રાજપીપલાના અનીલ ભાઇ ના 3.6૦ લાખ, રાજપીપલા ના તુષાર ફણસ શાહ ના 2.5૦ લાખ રુપીયા આમ કુલ મળી 18.7૦ લાખ લઈ સમયસર ન આપતા વારંવાર માંગણી કરવા છતા કોઇ પણ જવાબ ના આપતા ઉલટા ચોર કોટવાલ કો દાટે ની જેમ રુપિયા આપવાની જગ્યાએ રાજપીપળા કોર્ટમા નાદારી નોધાવાની અરજી કરી જેથી આ તમામ વ્યક્તિઓ દ્વારા રાજપીપલા પોલિસ સ્ટેશન મા લેખીત ફરીયાદ કરી આ યુવાન સામે આઇપીસી કલમ 4૦6, 42૦ મુજબ વિશ્વાસઘાત અને છેતરપીંડી નો ગુનો નોધી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. હાલ રાજપીપલા પોલિસે તપાસ હાથ ધરી છે.
આ બાબતે વધુ માહીતી આપતા એડવોકેટ આર.એસ. પંજવાણીએ જણાવ્યુ હતુ કે કાયદાની જોગવાઈ હેઠળ નાદારી નોંધાવાથી ક્રિમિનલ કેશ માંથી મુક્ત ના થઇ શકે, નાદારી નોધાવી સિવિલ મેટર છે જ્યારે છેતરપીંડી વિશ્વાસઘાત ક્રીમીનલ મેટર છે જેમા કોઇ છટકબારી ના હોય એ સજાપાત્ર ગુનો છે એમ જણાવ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




