૨૦૨૨ સુધી ઉચ્ચ શિક્ષણને એક લાખ કરોડ મળી શકશે

0
68

નવીદિલ્હી, તા. ૫
ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણને ૨૦૨૨ સુધી એક લાખ કરોડ મળે તેવી દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવી છે. હાયર એજ્યુકેશન ફાઈનાન્સ એજન્સી (એચઇએફએ)ના કેપિટલ બેઝને ૧૦૦૦૦ કરોડ કરી દેવાની દરખાસ્તને મંજુરી અપાઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબત કરવા અને ૨૦૨૨ સુધી શિક્ષણમાં વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે. ૨૦૧૬-૧૭માં એચઇએફએનું મૂડી માળખું એક હજાર કરોડ રૂપિયા હતું. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગઇકાલે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંસ્થાઓની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને પહોંચી વળવા ૨૦૨૨ સુધી ૧૦૦૦૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવનાર છે. કેન્દ્રીય કેબિનેટે અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા છે. હજુ સુધી એચઈએફએ ફંડિંગનો આંકડો ૨૦૧૬ કરોડ રૂપિયાને મંજુરી આપવામાં આવી છે. એચઇએફએ હેઠળ ફાઈનાન્સિંગ માટેના ધારાધોરણને પણ મંજુરી આપવામાં આવી છે. ટેકનિકલ સંસ્થાઓ જેવી મૂળભૂત રકમની ફેરચુકવણીની રુપરેખા પણ તૈયાર કરવામાં આવી ચુકી છે. આગામી દિવસોમાં અન્ય મામલાઓમાં પણ ઝડપથી આગળ વધીને શિક્ષણના સ્તરને સુધારવાની દિશામાં પહેલ કરી શકે છે. ઉચ્ચ શિક્ષણને એક લાખ કરોડ રૂપિયાની જંગી રકમ ૨૦૨૨ સુધી મળવાથી વિવિધ ક્ષેત્રોને માળખાકીય વધુ મજબૂ કરી શકાશે. કેબિનેટ કમિટિએ આ અંગેની દરખાસ્તને મંજુરી આપી દીધા બાદ શિક્ષણ સાથે જાડાયેલા લોકોમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે. આનાથી સારી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. શિક્ષણનું સ્તર વધુ સુધરશે તેવા અભિપ્રાય પણ અપાઈ રહ્યા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY