ખેતરમાં મજૂરી અર્થે ગયેલ એક ઇસમને વીજ કરંટ લાગતાં મોત

0
367

ભરૂચના નબીપુર પોલીસ મથકની હદમાં આવેલ મંગલેશ્વર ગામના ખેતરમાં મજૂરી અર્થે ગયેલ એક ઇસમને ખેતરમાં ટૂટીને નીચે પડેલ જી.ઈ.બીના વીજ વાયરને અડી જતા વીજ કરંટ લાગતાં તેનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું.

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચના નબીપુર પોલીસ મથકની હદમાં આવેલ સીંધોત ગામના રહીશ મગન મોતી વસાવા રહે,મંદિરવાળું ફળિયુંનાઓ આજ રોજ સવારના ૭ વગ્યાની આસપાસ મંગલેશ્વર ગામની સીમમાં શેરડીના ખેતરમાં ખેત મજૂરી કરવા ગયેલ હતા તે દરમ્યાન ખેતરમાં નીચે તુટીને પડેલ જી.ઈ.બીના વીજ વાયરને અડી જતાં મગન વસાવાનું ઘટના સ્થળ પરજ પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું.

ઘણી વાર થતાં મગન વસાવા દેખાતા નહીં તેને બીજા મજૂરો દ્રારા શોધ ખોળ કરતાં તેવો ખેતરની વચ્ચે વીજ વાયર સાથે અડીને મૃત હાલતમાં પડ્યા હતાં જેની જાણ ખેતરના માલિકને કરાતા તેવોએ બનાવ વાળી જગ્યા પર પહોંચી વીજ કરંટ બંધ કરાવી નબીપુર પોલીસ મથકે જાણ કરી હતી.

બનાવ અંગે નબીપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મરણ જનાર મગન વસાવાના મોટા ભાઈ ગોકુલ વસાવની ફરિયાદ નોંધી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY