ઉધનામાં હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ જતી ટોળકી સક્રિય થતા ફફડાટ

0
28

સુરત,તા.૧૭
સુરતના ઉધના વિસ્તારમાં બાઇક પર આવેલા બે શખ્સોએ એક રાહદારીના હાથમાંથી મોબાઇલ ઝુંટવી ફરાર જતા ફફડાટ મચી જવા પામ્યો છે.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લામા દીન પ્રતિદિન ચોરી, લૂંટફાટ, મોબાઇલ ઝુંટવવા વગેરે જેવી ઘટનાઓ ધોળે દિવસે વધતી જઇ રહી છે. ઘોળા દિવસે બની રહેલી આવી ઘટનાઓ જાણે પોલીસની આબરૂના લીરેલીરા ઉડાવતીહોય તેમ લાગી રહ્યુ છે.
ઉધના વિસ્તારમાં એક રાહદારી મોબાઇલ પર પોતાના પરિવાર જાડે વાત વાત કરતા કરતા ચાલતો જઈ રહ્યો હતો. દરમિયાન પાછળથી અચાનક બાઈક પર આવેલા બે યુવાનોએ રાહદારીના હાથમાંનો મોબાઇલ ઝુંટવી(ખેંચીને) ફરાર થઈ ગયા હતા. જાકે આ સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલ તો આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે CCTV ફૂટેજ ના આધારે મોબાઇલ ખેંચી ભાગતા ઇસમોને જડપી પાડવા કવાયત હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

  • TAGS

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY