ન્યુ દિલ્હી,તા.૧૭
સરકારી ઍજન્સી યુનિક આઇડૅન્ટિફિકૅશન આૅથારિટી આૅફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) તાલુકાની શાળાઓમાં આધાર એન્રાલમેન્ટ અને વિદ્યાર્થીઓના આધાર અપડૅટ કરવા માટેના મશીનો બેસાડવા માટે રૂપિયા ૨૦૦ કરોડ ફાળવશે.
આધાર આપતી સંસ્થા યુનિક આઇડૅન્ટિફિકૅશન આૅથારિટી આૅફ ઇન્ડિયાએ વિદ્યાર્થીઓ પાસે ૧૨ આંકડા ધરાવતું આધાર કાર્ડ ન હોય તો તેઓનો શાળામાંનો પ્રવેશ નહિ અટકાવવાની તાજેતરમાં સૂચના આપી હતી, પરંતુ તેની સાથે વિદ્યાર્થીઓના આધાર અપડૅટ કરવા પર પણ ભાર આપ્યો હતો. આ ઉપરાંત, દરેક તાલુકામાં ઓછામાં ઓછા બે મશીન પૂરા પાડવા પગલાં લેવાશે.
યુનિક આઇડૅન્ટિફિકૅશન આૅથારિટી આૅફ ઇન્ડિયાના સીઇઓ અજય ભૂષણ પાણ્ડેયે જણાવ્યું હતું કે અમે દરેક તાલુકામાં બે આધાર એન્રાલમેન્ટ મશીન આપીશું અને તેને લગતું કાર્ય જિલ્લા વહીવટીતંત્રના નિરીક્ષણ હેઠળ થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



