યુએઇ,તા.૨
યુએઈમાં એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં પતિ વારા પબજી ગેમ રમવાની અનુમતિ નહીં મળતા પત્નીએ તલાક માટે અરજી આપી દીધી છે. પબજી એક ઓનલાઇન ગેમ છે, જે આજે દુનિયાભરમાં ખુબ જ ફેમસ બની ચુકી છે. યુવાઓ અને બાળકોમાં પણ આ ગેમ ખુબ જ લોકપ્રિય છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાને તેના પતિએ ગેમ રમવાની પરમિશન નહીં આપી, જેને કારણે મહિલાએ આવું પગલું ભર્યું.
ગલ્ફ ન્યુઝ અનુસાર અજમાન પોલીસમાં સામાજિક કેન્દ્ર નિર્દેશક કેપ્ટન વફા ખલિલ અલ હોસાની Îવારા જણાવવામાં આવ્યું કે હાલમાં તેમને એક વિચિત્ર મામલો જાયો, જ્યાં એક ૨૦ વર્ષની મહિલા પોતાના પતિને એટલા માટે તલાક આપવા માંગે છે કારણકે તેને પબજી ગેમ રમવાની પરમિશન નહીં આપી હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે મનોરંજનના સાધનને પસંદ કરવાનો તેનો અધિકાર તેનાથી છીનવી લેવામાં આવી રહ્યો છે. મહિલાએ એવો પણ દાવો કર્યો તે તેના મિત્રો અને સંબંધીઓ સાથે જ તે ગેમ રમે છે.આ ગેમની લોકપ્રિયતા ભારતમાં પણ દિવસને દિવસે વધી રહી છે. હાલમાં જ એક દુલ્હાનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે લગ્નના દિવસે દુલ્હનને છોડીને પબજી રમવામાં વ્યસ્ત હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




