વડોદરા,તા.૨
નવા કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા માટે છેલ્લા ૧૭ દિવસથી વિવિધ કાર્યક્રમો સાથે હડતાળ ઉપર ઉતરેલા વકીલોએ મશાલ રેલી કાઢી હતી. આ સાથે તેઓએ નવ નિયુક્ત ડિસ્ટ્રીક્ટ જજને મીઠાઇની વહેંચીને આવકાર્યા હતા. બાર એસોસિયેશને નવા જજની નિમણૂંકથી બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા વકીલ મંડળ બેઠક વ્યવસ્થા મુદ્દે છેલ્લા ૧૭ દિવસથી હડતાળ ઉપર છે. ડિસ્ટ્રીક્ટ જજ અને વકીલો વચ્ચેના ગજગ્રાહના કારણે અમારો પ્રશ્ન હલ થયો નથી. ડિસ્ટ્રીક્ટ જજે તેમનો અહમ સંતોષવા માટે વકીલોનો પ્રશ્ન હલ કર્યો નથી. જેના કારણે અસીલોને નુકશાન થયું છે. અમે ચિફ જસ્ટીસને જણાવીએ છે કે, નવા કોર્ટ સંકુલમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ૪ ફ્લોર સુધી રૂમો અને હોલ ખાલી છે. જે અમને ફાળવવામાં આવે. જા ૪૮-૭૨ કલાકમાં નવ નિયુક્ત ડિસ્ટ્રીક્ટ જજને અમારી માંગણીઓનો ઉકેલ લાવતો પત્ર પાઠવી પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરતા ખચકાઇશું નહિં. જાકે, નવ નિયુક્ત જજ અમારો પ્રશ્ન હલ કરશે. તેવી અમને આશા છે અને આશા-અપેક્ષા રાખીએ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



