જંબુસર પાસેથી પાસ પરમીટ વગર ગુજરાત બહાર લઈ જવાતા ગાય, વાછરડા ઝડપી પાડતા જીવદયા ગૌરક્ષા સમિતિના કાર્યકરો

0
71

જંબુસર :
જંબુસર સાત ઓરડી રેલવે ફાટક પાસેથી પાસ પરમીટ વગર ઘાસ પાણી વગર ગુજરાત બહાર લઈ જવાતી ગાય વાછરડા સહિતના મુદ્દામાલ સાથે ની ૧૬૬૫૦૦/-ની ટ્રક ઝડપી પાડતા જીવદયા ગૌરક્ષા સમિતિના કાર્યકરો.
પ્રાપ્ત માહિતી અનુસાર બપોરે સાડા ત્રણના અરસામાં જીવદયા ગૌરક્ષા સમિતિના પ્રમુખ પારૂલબેન ભૂપતસિંહ પરમારને અંગત બાતમીદાર દ્વારા જાણવા મળેલ કે પાદરા તરફથી એક ટ્રક ગેરકાયદેસર રીતે ગાયો ભરીને આવે છે જે આધારે પોતાના કાર્યકરો સાથે જંબુસરની સાત ઓરડી રેલવે ફાટક પાસે વોચમાં હતા તે સમયે પાદરા તરફથી ટ્રક આવતા તેને ઉભી રાખેલ,ટ્રકના ડ્રાઇવર ઇલ્યાસ હસન નુરભાઇ મોતિયા એ ટ્રકની પાછળના ભાગે બોડી ઉપર તાડપત્રી બાંધેલી જે ખોલીને જોતાં ટ્રકમાં ગાયો નંગ સાત અને નાના વાછરડા નંગ છ, નાની વાછરડી નગ એક તથા એક આંખલો ખીચોખીચ ભરી હલનચલન કરી ન શકે તે રીતે ભરી લાવી ઘાસચારો પાણીની કોઇ સુવિધા રાખ્યા વગર સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી ગાયો ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ભરી બીજા રાજ્યમાં લઈ જતો હોય ગુનો કરેલ છે જે આધારે જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવેલ છે જંબુસર પોલીસે પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ સહિત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે વધુ તપાસ જંબુસર પીએસઆઇ ચલાવી રહયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY