ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ૨૪ કલાકમાં ચાર ગેજ સ્ટેશનમાં કુલ ચાર ઇંચ વરસાદ

0
75

વરસાદના આગમનથી ડેમ સત્તાધિશોને રાહત: ગીધાડે અને યરલીમાં દોઢ ઇંચ, ધુલીયા, લખનપુરીમાં ૧-૧ ઇંચ

ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં શરૃ થયેલા ધીમીધારે વરસાદમાં વિતેલા ૨૪ કલાકમાં ચાર ગેજ સ્ટેશનોમાં કુલ ૧૦૦ મિ.મિ વરસાદ નોંધાયો હતો. આમ ઉપરવાસમાં ધીમે ધીમે વરસાદ શરૃ થતા ઉકાઇ ડેમના સતાધીશો આગામી દિવસોમાં દેમાર વરસાદ ઝીંકાય તેની કાગડોળે રાહ જોઇ રહયાં છે.

ઉકાઇડેમના ઉપરવાસમાં જુન મહિનો અડધો પૂરો થવા આવ્યો હોવા છતા હજુ સુધી મેઘરાજા મન મુકીને ના વરસ્યા નથી. બીજી તરફ ડેમ ખાલી થઇ ગયો હોવાથી હાલમાં તો મહાનગર પાલિકા અને નગરપાલિકાઓના રહેવાસીઓ માટે પીવાના પાણી માટે પાણી સ્ટોરેજ રખાઇ રહયુ છે.

દરમ્યાન ઉકાઇ ડેમના ઉપરવાસમાં ધીમેધીમે વરસાદ શરૃ થયો છે. અને વિતેલા ૨૪ કલાકમાં ૨૧ રેઇન ગેજ સ્ટેશનોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. જેમાં ગીધાડે અને યરલીમાં ૧.૫ ઇંચ, ધુલીયા અને લખપુરીમાં ૧ ઇંચ વરસાદ સહિત કુલ ૧૦૦ મિ.મિ વરસાદ નોંધાયો છે.

ઉકાઇ ડેમની સપાટી ૨૮૫.૫૩ ફૂટ અને હથનુર ડેમની સપાટી ૨૦૭.૯૯ મીટર નોંધાઇ છે. અને ડેમમાં પાણી આવ્યુ નથી. સતાધીશો આગામી દિવસોમાં પાણીનો ઇનફલો આવે તેની રાહ જોઇ રહયાં છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY