અમદાવાદ, તા.૨૪
ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગો ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ વરસવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. અલબત્ત, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદી જાર ઓછુ રહેવાની આગાહી પણ વ્યકત કરાઇ છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્ર અને એનડીઆરએફ સહિતની રાહત-બચાવ ટીમોને પણ એલર્ટ કરી દેવાઇ છે. તો, માછીમારોને પણ દરિયો નહી ખેડવા સૂચના જારી કરાઇ છે. હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્રને હાઇ એલર્ટ પર રખાયું છે અને કોઇપણ પરિસ્થતને પહોંચી વળવા અને રાહત અને બચાવની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશો જારી કરાયા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, સુરત, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે તો, વલસાડ અને નવસારી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે. ગુજરાતમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદની ચેતવણીના લીધે સંબંધિત વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. તંત્ર પણ સાવધાન છે. ચેતવણીના પગલે તંત્ર પહેલાથી જ સાવધાન છે. સાથે સાથે બચાવ ટુકડી પહેલાથી સજ્જ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



