નોર્થ કોરિયા ન્યૂક્લિયર મિસાઇલને છૂપાવવા માટે એરપોર્ટનો ઉપયોગ કરે છેઃ યુએન પેનલ

0
25

યુએન,તા.૬
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા અને ઐતિહાસિક શટડાઉન બાદ આજે યુનિયન સ્પીચ આપી છે. આ સ્પીચમાં તેઓએ આગામી ૨૭-૨૮ ફેબ્રુઆરીના રોજ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જાંગ ઉન સાથે બીજી સમિટની જાહેરાત કરી છે. આ સમિટની જાહેરાત બાદ યુએન એક્સપટ્‌ર્સે ચેતવણી આપી છે કે, અગાઉની સમિટમાં ન્યૂક્લિયર મિસાઇલ પ્રોગ્રામ અને પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર હસ્તાક્ષર છતાં નોર્થ કોરિયાના મિસાઇલ અને વેપન પ્રોગ્રામ હજુ પણ યથાવત છે. યુએન પેનલ એક્સપટ્‌ર્સના રિપોર્ટ અનુસાર, કિમ જાંગના ન્યૂક્લિયર મિસાઇલ અને વેપન પ્રોગ્રામ નોર્થ કોરિયાના એરપોર્ટ નીચે કવર કરીને રાખવામાં આવ્યા છે.
નોર્થ કોરિયાના ન્યૂક્લિયર અને બેલાસ્ટિક મિસાઇલ પ્રોગામ હજુ પણ યથાવત છે અને પ્યોંગયાંગ (નોર્થ કોરિયાની રાજધાની) દેશના એરપોર્ટ અને અન્ય સુવિધાઓનો ઉપયોગ આ મિસાઇલ્સને છૂપાવવા માટે કરે છે.
આજે બુધવારે રજૂ કરેલા આ કોનેફડેન્શિયલ રિપોર્ટમાં પેનલે ન્યૂક્લિયર કે, નોર્થ કોરિયા પર જે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તે બિનઅસરકારક છે. પ્યોંગયાંગ હજુ પણ ગેરકાયદે ઓઇલ પ્રોડક્ટ્‌સ અને પ્રતિબંધિત કોલસની શિપમેન્ટ ઉપરાંત શસ્ત્ર પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા માટે સક્ષમ છે.
આ કોન્ફિડેન્શિયલ રિપોર્ટને અમેરિકાના સિકયોરીટી કાઉન્સિલને સોંપવામાં આવ્યો છે. જેથી ટ્રમ્પની આજે નોર્થ કોરિયા સાથે બીજી સમિટ અંગેની જાહેરાત બાદ અમેરિકા નોર્થ કોરિયા પર દબાણ લાવી શકે અને વેપન પ્રોગ્રામ બંધ કરાવી શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY