પાકિસ્તાન સેના ભારત સામેના પ્રોક્સી વારમાં આતંકીઓનો ઉપયોગ કરી રહી છે

0
18

યુએન,તા.૧૨
આતંકવાદીઓને પોતાની ધરતી પર આશ્રય આપવા માટે દુનિયાભરમાં બદનામ થયેલા પાકિસ્તાનની પોલ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલી છે.
પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરની પાર્ટી કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના ચેરમેન સરદાર શૌકત અલીએ યુનાઈટેડ નેશન્સની Ìšમન રાઈટ કાઉન્સિલની બેઠકમાં દાવો કર્યો હતો કે, પાકિસ્તાની સેના ભારત સામેના પ્રોક્સી વોરમાં આતંકીયોનો ઉપયોગ કરી રહી છે.પાકિસ્તાની સેના હવે આતંકવાદીઓને હથિયારો પકડાવવાની જગ્યાએ આત્મઘાતી હુમલા કરવાનો આદેશ આપી રહી છે.આ તમામ બાબતો સેનાના નિવૃત્ત અધિકારીઓ શીખવાડી રહ્યા છે.અત્યારનો સમય બહુ નાજુક છે.
પીઓકેના માનવાધિકાર કાર્યકર અને પેનલના બીજા વક્તા મિસફર હસને કહ્યું હતુ કે, ૭૧ વર્ષથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વાર અને પલટવાર થઈ રહ્યા છે.બંને દેશ યુધ્ધની કગાર પર છે અને તેનુ કારણ પુલવામા હુમલો છે.આતંકવાદને પાકિસ્તાન અને પીઓકે એમ બંને જગ્યાએથી ખતમ કરવો પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY