યુએન,તા.૧૪
હવા અને પાણીનુ પ્રદૂષણ માનવજાત સામેનો સૌથી મોટો ખતરો બનીને ઉભરી રહ્યું છે.દર વર્ષે પ્રદૂષણના કારણે દુનિયાભરમાં ૯૦ લાખ લોકો મોતને ભેટી રહ્યા છે.
યુનાઈટેડ નેશન્સે માનવજાતને બચવવા માટે તાત્કાલીક કાર્યવાહી કરવા માટે અપીલ કરીને આ અંગેનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે જો તમામ દેશોએ ભેગા મળીને પ્રદૂષણ સામે કાર્યવાહી નહી કરી તો એશિયા, પશ્ચિમ એશિયા અને આફ્રિકાના શહેરોમાં ૨૦૫૦ સુધીમાં લાખો લોકો અકાળ મોતને ભેટશે.
રિપોર્ટમાં કહેવાયુ છે કે જળ પ્રદૂષણ ૨૦૫૦ સુધીમાં મોતનુ કારણ બનશે.જળ પ્રદુષણ મહિલાઓ અને પુરુષોની પ્રજનન ક્ષમતા પર અવળી અસર પડશે.
આ રિપોર્ટ ભારત સહિત ૭૦ દેશોના વૈજ્ઞાનિકો અને જાણકારોએ બનાવ્યો છે.છે.જેને કેન્યામાં સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણને લગતી કોન્ફન્સમાં રજૂ કરાયો હતો.
આ રિપોર્ટમાં ભોજનના થતા વેડફાટના ચોંકાવનારા આંકડા રજૂ કરાયા છે.જે પ્રમાણે ખાવા લાયક ભોજનનો એક તૃતિંયાશ હિસ્સો વેડફાઈ જાય છે.જેનો ૫૬ ટકા હિસ્સો સમૃધ્ધ દેશોમાં છે.જા આ વેસ્ટેજ ઓછુ કરાય તો પણ કરોડો લોકોનુ પેટ ભરી શકાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



