યુએન,તા.૨૯
સ્ટેટ પોલિસી તરીકે આતંકવાદનો ઉપયોગ કરનાર પાકિસ્તાનને શુક્રવારના રોજ બેવડો ઝાટકો લાગ્યો. એક બાજુ સંયુકત રાષ્ટ્ર ટેરર ફંડિંગની વિરૂદ્ધ એક પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે તો બીજીબાજુ અમેરિકન સાંસદ સ્કોટ પેરી એ સંસદમાં પાકિસ્તાનની વિરૂદ્ધ પ્રસ્તાવ લાવ્યા છે. જેમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવાની માંગણી કરી છે.
ભારતે સંયુકત રાષ્ટ્રમાં ટેરર ફંડિંગ પર કારગર પ્રતિબંધ મૂકવા અને તેના માટે માપદંડ નક્કી કરવાની દિશામાં ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની મોટી ભૂમિકા સોંપવા સંબંધિત પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. પ્રસ્તાવનું સમર્થન કરતાં સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને શુક્રવારના રોજ નામ લીધા વગર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા અને તેને વારંવાર ગુનો કરનાર ગણાવ્યા.
પાકિસ્તાનની તરફ ઇશારો કરતાં અકબરૂદ્દીને કહ્યુ કે કેટલાંક દેશો જે આતંકવાદીઓનું સમર્થન કરે છે, તે પોતાની કરતૂતોના બચાવ માટે અને કાર્યવાહી ના કરવા માટે બ્હાના શોધી રહ્યા છે. તેમણે કહ્યુ કે ‘સીરીયલ ઓફેંડર’ આતંકવાદનું સમર્થન કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આતંકવાદની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે બેચેન છે. તેમણે ટેરર ફંડિંગ પર લગામ લગાવા માટે પ્રસ્તાવને કડકાઇથી લાગૂ કરવાની માંગણી કરી. તેમણે સંયુકત રાષ્ટ્રની પ્રતિબંધિત યાદીમાં સામેલ આતંકી સંગઠનોના પ્રતિબંધો છતાંય ફંડ અને હથિયાર મળવા પર ચિંતા વ્યકત કરી. તેમનો ઇશારો જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોની તરફ હતો.
આપને જણાવી દઇએ કે FATFએ સમીક્ષા બાદ ટેરર ફંડિંગને લઇ પાકિસ્તાનને કઠઘરામાં ઉભા કર્યા છે. એવી સંભાવના છે કે પાકિસ્તાનને પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે અને તેને ગ્રેલિસ્ટમાં નંખી શકે છે.
બીજીબાજુ અમેરિકન સાંસદ સ્કાટ પેરી એ સંસદમાં પાકિસ્તાનની વિરૂદ્ધ પ્રસ્તાવ મૂકયો છે. પ્રસ્તાવમાં પુલવામા આતંકી હુમલાની નિંદા કરી છે અને પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને ખત્મ કરવાની માંગણી કરી છે. પ્રસ્તાવમાં પાકિસ્તાન પર આતંકવાદીઓને આશરો આપવા માટે દોષિત ગણાવ્યા છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેન્ઝેંટેટિવમાં રિપબ્લિકન સાંસદ સ્કાટ પેરી દ્વારા લાવામાં આવેલા આ પ્રસ્તાવમાં પુલવામા આતંકી હુમલાની નિંદા કરી છે, જેને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલાખોરે અંજામ આપ્યો હતો. ૧૪ ફેબ્રુઆરીના રોજ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. પ્રસ્તાવને રજૂ કર્યા બાદ પેરી એ કહ્યુ કે બહુ થયું. હવે પાકિસ્તાન સરકારને જવાબદેહ ઠરાવવાનો સમય આવી ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




