યુએન,તા.૮
સંયુક્તરાષ્ટ્રમાં ભારતને એક વાર ફરીથી મોટી જીત હાંસલ થઇ છે. ભારતની જગજીત પવાડિયાને ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (INCB) દ્વારા બીજી વાર સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓએ પોતાનાં પ્રતિદ્રંદી ચીનનાં હાઓ વેઇને હરાવીને રેકોર્ડ વોટોથી જીત હાંસલ કરી.
સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદમાં પહેલા રાઉન્ડનાં વોટિંગમાં જગજીત પવાડિયાનાં પક્ષમાં ૪૪ વોટ પડ્યાં. જો કે, આ ચૂંટણીમાં જીતવા માટે માત્ર ૨૮ વોટોની જરૂરિયાત હોય છે. આપને જણાવી દઇએ કે મંગળવારનાં રોજ ૫૪ સભ્યોની ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સીલનાં ૫ સભ્યોની ચૂંટણી માટે વોટિંગ થયું. આ પાંચ પદો માટે ૧૫ ઉમેદવાર મેદાનમાં હતાં.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં રાજદૂત સૈય્યદ અકબરૂદ્દીને ટિવટ કરીને આ અંગે જાણકારી આપી છે. જગજીત પવાડિયાએ INCB માં બીજી વાર પસંદગી પામવા પર ખુશી વ્યક્ત કરી છે. આ સાથે સાથે નિષ્પક્ષ રૂપથી પોતાની સેવાઓ આપવાનો વાયદો પણ કર્યો છે.
ચીને પોતાનાં ઉમેદવારને જીતાડવા માટે વિકાસશીલ દેશોની સાથે લોબિંગ પણ કરવાની કોશિશ કરી પરંતુ તેમ છતાં તેઓએ હારનો સામનો કરવો પડ્યો. ચીનનાં હાઓ વેઇએ પહેલાં રાઉન્ડમાં કુલ ૨૨ વોટ હાંસલ કર્યા. જ્યારે બીજા રાઉન્ડમાં માત્ર ૧૯ વોટ જ મળ્યાં. તેઓ આ ચૂંટણીને જીતવા માટે ઓછામાં ઓછાં ૨૮ વોટ પણ હાંસલ ના કરી શકિયા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



