સુરત,તા.૮
સુરત શહેરમાં ભાગાતળાવ વિસ્તારમાં એક યુવક તનીમ અહેમદ અબ્દુલ કરીમ કાપડિયા નામનો યુવક શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ ફોન ચોરી કરતા યુવકો પાસેથી છેલ્લા બે વર્ષથી ચોરીના મોબાઈલ ફોન ખરીદી કરે છે.
જ્યારે ૪૦ અથવા ૫૦ મોબાઈલ ફોન ભેગા થાય એટલે મોબાઈલના મોડલ સાથે તેના ભાવનું એક લિસ્ટ બનાવી બોટાદ ખાતે રહેતા મમ્મુને વોટ્સઅપ પર મોકલી આપતો હતો. ભાવ યોગ્ય લગતા સોદો નક્કી થાય એટલે મમ્મુ મોબાઈલ ફોનનું પેમેન્ટ આંગડિયા મારફતે મોકલી આપતો હતો.
પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આરોપી ચોરીના મોબાઈલ ફોન માત્ર ૧૦ ટકા કે ૨૦ ટકાના ભાવે ખરીદી કરતો હતો. ૧૦ કે ૨૦ હજારની કિંમતનો ફોન માત્ર ૪ હજારમાં ખરીદી કરી પોતાનો નફો ચડાવી ૬ હજારમાં બોટાદ ખાતે મોકલી આપવામાં આવતો હતો.
૨૦થી ૬૦ હજારની કિંમતના ફોન તનીમ માત્ર ૫ હજારમાં ખરીદીને ૮ હજારમાં વેચતો હતો. જોકે આરોપીની વાતની તપાસમાં તેના શહેરના ૨૦ જેટલા મોબાઇલ સ્નેચરના સંપર્કમાં હોવાની વિગત બહાર આવી છે. પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી બોટાદના મમ્મુને પોલીસે વોન્ટેડ હજારે કરી આ મામલામાં વધુ તપાસ શરુ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



