રાજપરા બંદરે હોડી ઉંધી વળતા એક યુવાન દરિયામાં ગરકાવ થયો
ઉના,તા.૧૨
ઉનાના દરિયાઇ પટ્ટી પર બપોરે ફરી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઉનાના નવાબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. આથી દરિયામાં ૧૦થી ૧૨ ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. નવાબંદર ખાતે કાંઠે લાંગરેલી બોટને દરિયાના મોજાએ ખેંચી લેતા તેમાં સવાર ૭થી ૮ લોકો ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોજાની તાકાત એટલી હતી કે દોરડું તોડી બોટને દરિયામાં ખેચી લીધી હતી.
રાજપરા બંદરે યુવાન ડૂબ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હોડી ઊંઘી થતા દરિયામાં ગરકાવ થયો છે. રાજપરા બંદર પર તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તાર ખાલી કરાવવામાં આવી રહ્યા છે. પોલીસની અપીલ બાદ પણ લોકો રહેઠાણ છોડવા તૈયાર નથી. જેટી ઉપર બાંધવામાં આવેલી બોટો સામ-સામે અથડાતા નુકસાન થઇ રહ્યું છે. આ બોટોને જેટી ઉપર ચડાવી દેવામાં આવે તો નુકસાન અટકશે. તંત્ર આ બાબતે તાત્કાલિક અસરથી ઘટતું કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




