ઊંધા કાંટા ફરતી ઘડિયાળ નું આદિવાસીઓ માં વધતું ચલણ

0
191

સમય જોવા માટે બનાવવામાં આવેલી દુનિયાની તમામ ઘડિયાળોના કાંટા ડાબેથી જમણી તરફ ફરે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આદિવાસી સમાજે બનાવેલી એક ઘડિયાળ એવી છે, જે ઉલટી દિશામાં ફરે છે એટલે કે આ ઘડિયાળના કાંટા જમણેથી ડાબી તરફ ફરે છે. આ ઘડિયાળ હાલ આદિવાસી પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ગુજરાતના અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી સમાજના લોકો આજે પણ પોતાની વર્ષો જૂની પરંપરા અને માન્યતાને વળગી રહ્યા છે. બિરસા મુંડાના ફોટા, આદિવાસી નૃત્ય, આદિવાસી સંસ્કૃતિના ચિત્રો સાથે ઊલટી દિશામાં ફરતી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતા અલગ છે. આદિવાસીઓ પોતાને પ્રકૃતિ પૂજક માને છે અને વર્ષોથી પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છે.

બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ ફરતા પૃથ્વી સહિતના અન્ય ગ્રહો જમણેથી ડાબી તરફ ફરે છે, ફૂલ ઝાડની વેલ જમણાથી ડાબા તરફ વધે છે, પૃથ્વી પણ પોતાની ધરી પર જમણાથી ડાબા પડખે ફરે છે, વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન પણ અણુની ચારો તરફ જમણાથી ડાબા તરફ ખેંચાય છે. આ માન્યતાઓને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજમાં તુર,ઘેર જેવા નૃત્યો પણ જમણાથી ડાબા તરફ વળે છે, સમાજના ગરબાની દિશા પણ જમણાથી ડાબા તરફ ચક્કર લગાવે છે, પોતાની પરંપરાગત પૂજા વિધિમાં પણ અર્પણ કરવામાં આવતો પૂજાપો જમણાથી ડાબા તરફ અર્પણ કરવામાં આવે છે.

આદિવાસી સમાજનું માનવું છે કે આ દિશા જ સાચી દિશા છે એટલે સમય જાણવા માટે આદિવાસી સમાજે બનાવેલી ઘડિયાળ પણ ઉલ્ટા કાંટે ફરે છે. આદિવાસી સમાજમાં મોટા પ્રમાણમાં આ ઘડિયાળની ખરીદી થઈ રહી છે.  આદિવાસીઓના ઘરે આ ઘડીયાળ અચૂક જોવા મળે છે.આ ઘડીયાળનું નિર્માણ ઝારખંડમાં રહેતા આદિવાસી યુવાન એન્જિનિયર મુકેશ બિરવાએ બનાવ્યું છે, અને આદિવાસી સમાજમાં રાહતદરે તેનું વેચાણ કરવામાં આવે છે

પત્રકાર .નૈનેશ તડવી
9099682087

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY