કોંગ્રેસ ઉપર ભાજપના વળતા તેજાબી પ્રહારો હિન્દુ ત્રાસવાદને તોઇબા કરતા વધુ ખતરનાક ગણાવાયા હતા

0
98

વિકિલિક્સના કેબલનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવાયા ઃ તોઇબાની તરફેણ કરવાનો રાહુલ પર આક્ષેપ
નવીદિલ્હી, તા. ૧૭
કોંગ્રેસ તરફથી હિન્દુ અથવા ભગવા આતંકવાદ જેવા શબ્દોનો ક્યારે પણ ઉપયોગ ન કરવાના દાવા પર ભાજપે વિકિલિક્સના ખુલાસા મારફતે ફરી આક્ષેપો કર્યા છે. વિકિલિક્સ મારફતે ભાજપે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા છે. હિન્દુ આતંકવાદને કોંગ્રેસના લોકોએ લશ્કરે તોઇબા કરતા વધારે ખતરનાક ગણાવીને પ્રહારો કરવામાં આવ્યા હતા. વિકિલિક્સના એક કેબલનો ઉલ્લેખ કરતા ભાજપના સંદિપ પાત્રાએ કહ્યું છે કે, પૂર્વ અમેરિકી રાજદૂત તિમોથી રોમરે પોતાના વિદેશ મંત્રાલયને લખેલા એક પત્રમાં રાહુલના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો જેમાં રાહુલે હિન્દુ આતંકવાદની વાત કરી હતી. વિગતવારરીતે મામલાને રજૂ કરતા પાત્રાએ કહ્યું હતું કે, તિમોથીના હસ્તાક્ષરવાળા ટેલિગ્રામમાં રાહુલ સાથે વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્રીજી ઓગસ્ટ ૨૦૦૯ના દિવસે મોકલવામાં આવેલા આ ટેલિગ્રામમાં રોમરે કહ્યું હતું કે, અમે રાહુલ ગાંધી અને અન્ય યુવા સાંસદો સાથે વાતચીત કરી રહ્યા છીએ અને સાથે સાથે આના કારણોને મોકલી રહ્યા છે. વિકિલિક્સના કેબલ મુજબ ૨૦મી જુલાઈ ૨૦૦૯ના દિવસે એક ડિનરમાં રાહુલ ઉપસ્થિત હતા. આ ગાળા દરમિયાનઅમેરિકી દૂતાવાસમાં રાહુલને લશ્કરને લઇને પ્રશ્ન કરવામાં આવ્યા હતા. આના પર તેમણે કહ્યું હતું કે, તેનું ભારતમાં સમર્થન હોઈ શકે છે પરંતુ દેશમાં હિન્દુ આતંકવાદીઓ વધારે ખતરનાક નજરે પડે છે. પાત્રાએ રાહુલ ગાંધી ઉપર લશ્કરે તોઇબાને કવરફાયર આપવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસના નેતાઓ પી ચિદમ્બરમ, દિગ્વજયસિંહ, સુશીલકુમાર શિંદે અને સલમાન ખુરશીદના જુના વિડિયો રજૂ કરીને કોંગ્રેસ પાસેથી માફીની માંગ કરી હતી. આ વિડિયોમાં શિંદે અને ચિદમ્બરમ હિન્દુ આતંકવાદ અથવા ભગવા આતંકવાદનો ઉલ્લેખ કરતા નજરે પડી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY