ફેસબુક પર સ્પર્મ ડોનેટ કરીને ૨૨ બાળકોનો પિતા બનવાનો યુવક પર આરોપ

0
84

ગ્લાસ્ગો,
તા.૧૭/૪/૨૦૧૮

એક વ્યક્તિ પર ગેર કાયદેસર રીતે ફેસબુક પર પોતાના સ્પર્મની જાહેરાત આપીને ૨૨ બાળકોનો પિતા બનવાનો આરોપ છે. ગ્લાસ્ગોમાં રહેનાર આ ૩૯ વર્ષના વ્યક્તિએ પોતાની પર લાગેલા આરોપોને માની પણ લીધા છે. આ વ્યક્તિએ જણાવ્યું કે જે મહિલાઓ બાળક માટે તડપતી હતી, એ એના ઘરની નજીક બોલાવતો હચો અને પોતાનું સ્પર્મ આપતો હતો. જા કે એ એના માટે પૈસા લેતો નહતો.

એક રિપોર્ટ અનુસાર આ વ્યક્તિએ આશરે ૫૦ મહિલાઓને સ્પર્મ ડોનેટ કર્યું જે પૂરા યૂનાઇટેડ કિંગડમથી એની પાસે માત્ર એક બાળકની આશાથી પહોંચી હતી. આ વ્યક્તિએ જણાવ્યું હતું કે એને ૫ વર્ષ પહેલા પ્રેરણા મળી હતી એ મહિલાઓએને મફતમાં સ્પર્મ આપીને મદદ કરી શકે છે જેને બાળક થઇ રહ્યું નથી.

જા કે ડોક્ટરે આ વ્યક્તિની આવી હરકતને ખૂબ જ ખતરનાક કરાર આપ્યો છે. શરૂઆતમાં આ માણસ એક કલીનીક દ્વારા કાયદાકીય રીતે પોતાનું સ્પર્મ ડોનેટ કરવાનું શરૂ કર્યું હતું. જા કે આ પ્રક્રિયાથી જન્મેલા કોઇ પણ બાળકને પોતાના પિતાની ઓળખ ત્યારે જણાવવામાં આવે છે જ્યારે એ ૧૮ વર્ષનો થઇ જાય. એટલા માટે આ વ્યક્તિએ પોતાના સ્પર્મને ફેસબુક પર વેચવાનું શરૂ કરી દીધું.

યૂનાઇટેડ કિંગડમમાં હ્યૂમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રાયોલજી ઓથોરિટીના લાઇસેન્સ વગર શુક્રાણુ અને ઇઁડા દાન આપવાનું ગેરકાયદે છે. આ વ્યક્તિએ ફેસબુક પર લખ્યું, ‘હું એક સક્રિય અને અનુભવી સ્પર્મ ડોનર છું. ગ્લાસ્ગોથી થોડો દૂર રહું છું. હું હજુ પણ મહિલાઓને ગર્ભવતી કરવામાં મદદ કરી શકું છું. સિંગલ મહિલાઓ, સમલૈંગિક કપલ અને વિષમલૈંગિક સંબંધોમાં રહી રહેલી મહિલાઓને સ્પર્મ ડોનેટ કરવામાં મને ખુશી મળે છે.’

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY