યુએસમાં ઊંચા વ્યાજદર,વ્યાપાર મુદ્દાઓથી ભારતમાંથી મૂડીપ્રવાહ બહાર જઈ શકે

0
12

એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના એક રિપોર્ટમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યો
વાશિંગ્ટન,તા.૨૦
વ્યાપારસંબંધી મુદ્દાઓ અને ઊંચા વ્યાજદરને કારણે ભારતમાંથી વધુ મૂડી બહાર જવાનું જોખમ વધી ગયું છે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના એક રિપોર્ટમાં આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે. જાકે અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે આ વર્ષનું જાખમ ૨૦૧૩ની સરખામણીમાં ખૂબ ઓછું છે.
એસ એન્ડ પીનો રિપોર્ટ ‘એપીએસી ઇકોનોમિક સ્નેપશોટ્‌સ-જુલાઇ ૨૦૧૮’માં જણાવાયું છે કે એશિયા-પ્રશાંત ક્ષેત્રની આર્થિક વૃદ્ધિની ગતિમાં વધારો ચાલુ જ છે. જોકે અમેરિકા અને ચીન વચ્ચે વેપારસંબંધી તણાવ ચાલી રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત તરફના આર્થિક આંકડાઓ સકારાત્મક રહ્યા છે. પર્ચેસ મેને. ઇન્ડડેસ (ઁસ્ૈં) ૫૦ની ઉપર છે, જે એક વ્યાપક અને મજબૂત વલણ સૂચવે છે.
એસ એન્ડ પીએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરનાં અઠવાડિયાંઓમાં રૂપિયો સ્થિર થઈ રહ્યો છે. જોકે વેપાર મુદ્દાઓ અને ઊંચા વ્યાજદરને કારણે ભારતમાંથી મૂડીપ્રવાહ બહાર જઈ શકે છે. ધિરાણની વૃદ્ધિ પણ ઝડપી થઈ રહી છે, વેપાર વૃદ્ધિ મજબૂત છે, પરંતુ ક્રૂડ તેલના ઊંચા ભાવ બાહ્ય સંતુલનને ઝટકો આપી રહ્યા છે. કાચા તેલના ઊંચા ભાવથી ફુગાવો પણ ઊંચો છે.
એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી પોલ ગ્રુએનવાલ્ડે જણાવ્યું હતું કે જોકે મૂડીની વિધિસરની નિકાસની દષ્ટિએ ભારત સંવેદનશીલ બન્યું છે, પરંતુ વર્ષ ૨૦૧૩ની તુલનામાં આ જોખમ ખૂબ ઓછું છે. અમેરિકામાં ઊંચા વ્યાજદરને કારણે ભારતમાંથી મૂડી બહાર જવાનું જોખમ ઊભું થયું છે.
અમેરિકા દ્વારા ઊંચી આયાત દર લગાવ્યા બાદ ચીન, યુરોપ અને ભારત જેવા દેશોએ પણ આવાં પગલાં લીધાં છે. આનાથી વ્યાપાર-યુદ્ધની સ્થિતિ બની ગઈ છે. વર્ષ ૨૦૦૮ના ગ્લોબલ ફાઇનાન્સ કટોકટી પછી અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થઈ નીચલા સ્તરે પહોંચી ગયા હતા. ડિસેમ્બર ૨૦૧૫થી અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ફરી વધારો શરૂ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૭ સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં પાંચ વખત વધારો કરી ચૂક્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY