મુંબઈ,તા.૯
વિન્તા નંદાનાં આક્ષેપોનાં આધારે દુષ્કર્મનાં મામલામાં આલોકનાથને કોર્ટે ધરપકડ પહેલા જ જામીન આપી દીધા છે. કોર્ટે કહ્યુ કે, અભિનેતા સામે ખોટા અને અપમાનજનક આરોપોનાં આધારે કેસ નોંધાવાયો છે. કોર્ટે આ નિર્ણય ગત સપ્તાહે જ આપ્યો હતો, પરંતુ આ નિર્ણયને થોડા સમય પહેલા જ જાહેર કરવામાં આવ્યો છે.
કોર્ટનાં ન્યાયાધીશ એસએસ ઓઝાએ કહ્યુ કે, સ્ક્રીન રાઈટર વિન્તા નંદાએ અંગત દુશ્મનીને કારણે અભિનેતા પર ગંભીર અને ખોટા આરોપ લગાવ્યા હતા.
ચુકાદામાં જજે જણાવ્યું કે- આ આરોપો આલોકનાથ પ્રત્યેના એકતરફા પ્રેમને કારણે લગાવવામાં આવ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. અભિનેતા પર સ્પષ્ટ રીતે અપમાનજનક, જુઠ્ઠા, અને કાલ્પનિક આરોપોનાં આધારે કેસ દાખલ કરાયો હતો. જેમાં તદ્દ્ન ખોટા આક્ષેપોથી આલોકનાથને ઘેરી લેવામાં આવ્યા છે.
જજે કહ્યુ- આલોકનાથની પત્ની અને વિન્તા નંદા વચ્ચે ૧૯૮૦ દરમિયાન ચંદીગઢમાં કોલેજનાં સમયથી મિત્રતા હતી. બન્ને મુંબઈમાં એક ટીવી સિરીયલની પ્રોડક્શન યુનિટમાં કામ કરતી હતી. ત્યારે બન્નેની મુલાકાત આલોકનાથ સાથે થઈ હતી. ત્રણે વચ્ચે ગાઢ મિત્રતા હતી. ૧૯૮૭માં આલોકનાથે આશુ સાથે લગ્ન કર્યા હતા.
ન્યાયાધીશે કહ્યુ કે, મિત્રનાં લગ્ન બાદ વિન્તા પોતાની જાતને એકલી અનુભવવા લાગી હતી, કારણે કે તેને તેની સૌથી સારી મિત્રને ગુમાવી દીધી હતી. સાથે એવું પણ બની શકે છે કે આલોકનાથ પ્રત્યેનાં એકતરફા પ્રેમ અને લાગણીને કારણે તેને આ પ્રકારનાં આરોપ લગાવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





