ભુજ: કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રી કાયદાની કલમ ૧૧(૪)(એ) મુજબ તાત્કાલિક પગલાં લેવા છે અને તે સતા અને કાયદાની કલમ ૧૧(૬)(એ)(ii) મુજબ યુનિવર્સિટીના વિશાળ હિતમાં અને કલમ ૧૧(૬)(એ)(iii) મુજબ યુનિવર્સિટીની સમગ્ર પ્રક્રિયામાં ભંગ ન થાય તેવો કિસ્સામાં કુલપતિને કાયદામાં વિશાળ સતા આપવામાં આવે છે. કુલપતિએ ફાઈલ પર પુરાવા સ્થળ પરની પરિસ્થિતિને વિચાર કરીને એવું લાગે છે કે યુનિવર્સિટીના હિતમાં અને યુનિવર્સિટીના સમગ્ર પ્રક્રિયામાં શાંતિ ભંગ ન થાય તે રીતે કરવી ચુંટણી રદ કરવી પડે તેમ છે તેવું લાગતા તેમને કાયદાકીય અભિપ્રાય મેળવી અને સરકારશ્રીને સમગ્ર પરિસ્થિતિ જાણ કરી આપી ત્યારબાદ આ પગલું ભરવા માટે મંજૂરી માંગેલ છે તે મંજુરી મળતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ રમેશ ગરવા(પત્રકાર)એ જંગે-એ-ગુજરાત ન્યુઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે કચ્છમાં શિક્ષણ જગત માટે વધુ એક “કાળો ” દિવસ ગણાવ્યો હતો. રાજય સરકારના ઇશારે કચ્છ યુનિવર્સિટી સેનેટ ચુંટણી આખરે રદ્દ કરવામાં આવી છે. કચ્છના વિધાર્થીઓ તથા આમ જનતાને ગુંડા, આવારા અને અસામાજિક તત્ત્વો તરીકે ચીતરી કાયદો વ્યવસ્થા અને સુરક્ષાનું બહાનું ધરી હાર ભાળી ગયેલી ભાજપ અને રાજય સરકારે આખરે કચ્છ યુનિવર્સિટીની સેનેટ ચુંટણી રદ્દ કરવામાં આવેલ છે. કચ્છ યુનિવર્સિટીની સેનેટ ચુંટણી રદ થતાં રમેશ ગરવાએ જણાવ્યું કે લોકશાહીની હત્યા થઈ છે.
ગૌતમ બુચિયા 9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






