નવીદિલ્હી, તા. ૬
ભારતમાં કૃષિ લોન માફીનો પ્રવાહ હાલ ચાલી રહ્યો છે. જુદા જુદા રાજ્યોમાં કૃષિ લોન માફ કરવામાં આવી રહી છે. ખેડૂતોને ખુશ કરવાના હેતુસર આ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. એક અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે કે, લઘુત્તમ સમર્થન મૂલ્યમાં વધારાની સાતે કૃષિ લોન માફીથી આંકડો ચિંતાજનકરીતે વધી શકે છે. ગ્રામિણ માંગમાં આના લીધે વધારો થશે. કર્ણાટકમાં પાંચ અબજ ડોલરની લોન માફી બાદ ૨૦૧૯ લોકસભા ચૂંટણી સુધી દેશમાં કૃષિ લોન માફીનો આંકડો ૪૦ અબજ ડોલર સુધી પહોંચી જશે. બેંક ઓફ અમેરિકા મેરીલલિંચના અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ગુરુવારના દિવસે કોંગ્રેસ-જેડીએસ સરકારનું પ્રથમ બજેટ રજૂ કરતી વેળા કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ ૩૪૦ અબજ રૂપિયાની કૃષિ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી. તેઓએ બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરી હતી. સર્વિસના કહેવા મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારો ૨૦૧૯ની ચૂંટણી પહેલા ગ્રામીણ વિસ્તારોમાં પ્રવર્તી રહેલી નારાજગીને દૂર કરવા આ પ્રકારના પગલા લઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૯ની ચૂંટણી સુધી કૃષિ લોન માફીનો આંકડો ૪૦ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. કર્ણાટક સરકાર દ્વારા બજેટમાં પગલા જાહેર કર્યા બાદ લોન માફીનો આંકડો વધી રહ્યો છે. જા લોન માફી જીડીપીના ૧.૫ ટકાની આસપાસની છે તો આનાથી કૃષિ આવકને વર્ષ ૨૦૧૮-૨૦૨૦ સુધી આશરે ત્રણ ટકા સુધી વધારી શકાશે. એમએસપીમાં વધારો કરતા કૃષિ આવકમાં ૧૦ ટકા વધારો થશે પરંતુ કૃષિ લોન માફીના લીધે તેના ઉપર અસર થશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



