યુએન માનવાધિકાર તજજ્ઞની રિપોર્ટ ભાજપની મુશ્કેલી વધારશે
યુએન,તા.૧૩
સંયુક્ત રાષ્ટ્રસન્ઘ (યુએન)માં એક રિપોર્ટ સોંપાઈ છે, જે કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપની મુશ્કેલી વધારી શકે છે. યુએનમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપના નેતાઓ લઘુમતી સમુદાય વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપી રહ્યાં છે, જેનાથી મુસ્લિમો અને દલિતો પર હુમલા વધી રહ્યા છે.
આ રિપોર્ટ તેંદાયી એચ્યૂમી એ તૈયાર કરી છે, જે યુએનમાં સ્પેશલ રિપોર્ટર ઓન કન્ટેપરોરી ફોર્મ્સ ઓફ રેસિજ્મ, રેશિયલ ડિસક્રિમિશન, જેનફોબિયા એન્ડ રિલેટેડ ઈનટોલરેન્સ છે. આ પદ પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સમિતિ(યુએનએચઆર)ની તરફથી કોઈ સ્વતંત્ર માનવાધિકાર તજજ્ઞની નિયુક્તિ કરાય છે.આ રિપોર્ટમાં ૨૦૧૭માં યુએન આમસભામાં રિઝોલ્યુશનમાં તમામ દેશો દ્વારા જાતિવાદ, નસ્લીય ભેદભાવ, વિદેશી લોકોને નાપસંદ કરવા અને અસહિષ્ણુતા પર અપાયેલા રિપોર્ટનો આધાર માનવામાં આવે છે.
પોતાની રિપોર્ટમાં એચ્યુમીએ કહ્યુ કે, હિંદૂ રાષ્ટ્રવાદી ભાજપની જીતને દલિતો, મુસ્લિમો,આદિવાસી અને ખ્રિસ્તી સમાજ વિરુદ્ધ હિંસા સાથે જોડવામાં આવે છે. લઘુમતી સમુદાય વિરુદ્ધ ભાજપના નેતાઓ સતત ભડકાઉ ભાષણ આપતા રહે છે, જેનાથી મુસ્લિમો અને દલિતોને ટાર્ગેટ કરવામાં આવે છે.
આ રિપોર્ટ રાષ્ટ્રવાદ ની લોકપ્રિયતાની માનવાધિકારો માટે એક પડકારના સિદ્ધાંત પર તૈયાર કરાયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપવું, ભેદભાવ અને નસ્લીય ભેદભાવ આગળ વધારવો અને લોકોનો બહિષ્કાર થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



